ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ.
ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના સંદર્ભમાં કહ્યું કે, આ પાછળનો વિચાર એવો છે કે જો તમારી બેટિંગમાં ઉંડાણ છે તો તમે નિશ્ચિત રીતે બેટિંગ કરી શકો છો પરંતુ આ પ્રકારની ઉંડાઈ સાથે તમે પારંપરિક તરીકે રમી શકતા નથી. ઈંગ્લેન્ડે પણ આવું જ કર્યું. તેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેઓ વન ડે ક્રિકેટમાં 400 રન બનાવવા માંગતા હતા અને તેમણે હાંસલ પણ કર્યું. જો ભારત ટી-20 ક્રિકેટમાં આ પ્રકારનું વલણ અપનાવવા માંગતું હોય તો તેમાં ખોટું નથી. હવે તેમણે સતત 220 રન બનાવવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. આઠમા, નવમા અને દસમાં નંબર સુધી બેટિંગ ઘણી મહત્વાકાંક્ષી છે.
ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી
દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો