નેહાએ હાલમાં જ બૉયફ્રેન્ડ શાર્દૂલ સિંહ સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. શાર્દૂલ પર આવતી પ્રતિક્રિયાઓ જોઈ નેહા પણ ચૂપ ન રહી અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો.
યૂઝર્સ શાર્દુલને તેના વજનને કારણે ટ્રોલ કરવા લાગ્યા. જોકે નેહાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા કહ્યું, “શાર્દૂલ જ નહીં મને પણ ઘણીવાર ટ્રોલ કરવામાં આવી ચૂકી છે. મે આઈ કમ ઈન મેડમ શો દરમિયાન મારું વજન વધી ગયું હતું તો મને પણ લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા. દર્શક હોવાના નાતે તમે કોઈ કલાકરના લુક પર બોલી શકો છો પરંતુ તમે કોઈને ટાર્ગેટા ન કરી શકો.”
ટ્રોલર્સની પરેડ લેતાં નેહાએ કહ્યું, “ટ્રોલર્સ હું તમને પૂછવા માંગુ છું કે, શું તમને ખબર છે કે, આ વ્યક્તિ મને કેટલી ખુશ રાખે છે. એ વ્યક્તિ મારા માટે ઠીક છે કે નહીં એ નક્કી કરવાવાળા તમે કોણ? હું જાણું છું કે, જીવનમાં આવું બધું ફ્રસ્ટ્રેશનથી આવે છે, અથવા જીવનમાં તમારો કોઇ લક્ષ્ય ન હોય ત્યારે આવે છે. ઘણા સમય બાદ શાર્દૂલથી મને સાચો પ્રેમ મળ્યો છે અને હવે હું તેને ટ્રોલર્સના કારણે નહીં છોડું.”