નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટી-20 મેચની સીરિઝ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સિલેક્ટર્સ પંતને ટીમમાં વધુને વધુ તક આપવા માગે છે. એવામાં મુખ્ય વિકેટકિપર તરીકે પંત નજર આવશે.
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને સાઉથ આફ્રિકા સામે આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે. પંડ્યાને વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કરનાર નવદીપ સૈનીને ફરી ટીમમાં તક આપવામાં આવી છે.

India’s squad for 3 T20Is against South Africa: Virat(Capt), Rohit (vc), KL Rahul, Shikhar Dhawan, Shreyas, Manish Pandey, Rishabh Pant (WK), Hardik Pandya, Ravindra Jadeja, Krunal Pandya, Washington Sundar, Rahul Chahar, Khaleel Ahmed, Deepak Chahar, Navdeep Saini#INDvSA


દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝની પહેલી મેચ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાલામાં, બીજી મેચ 18 સપ્ટેમ્બરે મોહાલીમાં અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે.

ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયાસ અય્યર, મનિશ પાંડે, રિષભ પંત (વિકેટકિપર), હાર્કિદ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલિલ અહમદ, દિપક ચહર, નવદિપ સૈની.