નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન અને જૂનિયર કોચ રાહુલ દ્રવિડને બે વર્ષ માટે બેંગ્લુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ની જવાબદારી સંભાળશે. એનસીએ ક્રિકેટ પ્રમુખ તરીકે રાહુલ ક્રિકેટરોની નેક્સ્ટ પેઢીને નિખારશે અને જૂનિયર ક્રિકેટર માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરશે. આ ઉપરાંત મહિલા ક્રિકેટરોના પ્રદર્શનનું આકલન કરશે.
એનસીએ અને ક્ષેત્રીય ક્રિકેટ એકેડમીઓમાં કોચિંગ સ્ટાફની નિયુક્તિ કરશે. આ સાથે જ ઈજાગ્રસ્ત ક્રિકેટરો માટે એનસીએના રિહેબ પ્રોગ્રામની જવાબદારી પણ સંભાળશે. તે ભારત એ અને અંડર-19 ટીમોની સાથે યાત્રા કરી શકશે નહીં જે અગાઉ તે કરતો હતો. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રે અને અભય શર્મા જૂનિયર ટીમના સહયોગી સ્ટાફનો ભાગ રહેશે. રાહુલ દ્રવિડ 1 જુલાઈથી પોતાની જવાબદારી સંભાળશે.
બીસીસીઆઈના એક અધિકારીએ શનિવારે થયેલી બેઠક બાદ જણાવ્યું હતું કે, તે ભારત એ અને અંડર-19 ટીમોની સાથે યાત્રા કરશે પણ તે પૂરેપૂરા સમય માટે નહીં. આ બહુ મોટી જવાબદારી છે અને જૂનિયર ટીમના બદલે તેને એનસીએમાં વધારે સમય પસાર કરવો પડશે. મ્હામ્બ્રે અને શર્મા ભારત એ અને અંડર 19 ટીમોની સાથે રહેશે. જોકે, અમે કોચિંગ સ્ટાફને મજબૂત કરવાના પ્રયાસો કરતાં રહીશું.
‘ધ વોલ’ રાહુલ દ્રવિડને કઈ મોટી જવાબદારી મળી? કઈ તારીખથી સંભળાશે જવાબદારી? જાણો વિગત
abpasmita.in
Updated at:
30 Jun 2019 12:55 PM (IST)
પૂર્વ ભારતીય કેપ્ટન અને જૂનિયર કોચ રાહુલ દ્રવિડને બે વર્ષ માટે બેંગ્લુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ની જવાબદારી સંભાળશે. એનસીએ ક્રિકેટ પ્રમુખ તરીકે રાહુલ ક્રિકેટરોની નેક્સ્ટ પેઢીને નિખારશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -