ઈંગ્લેન્ડ સામે 31 રને પરાજય મેળવ્યાં બાદ ભારત સામે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. ઈંગ્લેન્સ સામે ભારતીય બોલર ચહલ સૌથી મોંઘો સાબિત થયો હતો. આ ઉપરાંત ભારત તરફથી શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે ભારતના વિજયરથને અટકાવી દીધો હતો. ભારતનો પરાજય થતાં જ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવ પર સવાલો ઉઠાવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ 31 બોલ પર 42 રનની ઈનિંગ્સ રમી હતી. ત્યાં કેદાર જાધવ 13 બોલ પર 12 રન જ બનાવી શક્યો હતો. જોકે બંને એ જીતની ઈચ્છાશક્તિ પણ બતાવી નહોતી. જ્યારે બંને ક્રીઝ પર ઉતર્યાં તે સમયે ઝડપથી રનોની દરકરાર હતી પરંતુ બંનેએ સુસ્ત દેખાવ કર્યો હતો.

ત્યાર બાદ ધોની અને કોહલીની ઈચ્છા શક્તિ પર પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોની અને કેદારની બેટિંગ પર હેરાની વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જવાબદારી માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્માની નથી.

ગાંગુલીએ કહ્યું હતું કે, નોટ આઉટ થઈને પરત જવાનો કોઈ ફાયદો મળવાનો નથી. તમારી પાસે 5 વિકેટ છતાં પણ તમે જીતવાની કોશિષ કરતા નથી. આ બધું માઈન્ડ સેટ બતાવે છે.