ટીમ ઈન્ડિયા માટે રેન્કિંગ પોઇન્ટમાં સર્જાયો અનોખો સંયોગ, ત્રણેય ફોર્મેટમાં થયા 121 પોઇન્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2018 11:46 AM (IST)
1
સતત બે જીતથી ઉત્સાહિત ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝમાં 3-0ની લીડ લેવાની કોશિશ કરશે. સેંચુરિયનમાં જીત બાદ ભારત આઇસીસી વનડે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું અને કેપટાઉનમાં જીતથી તે વધારે મજબૂત થશે. પરંતુ દક્ષિણ આફ્રિકાની જીત ભારતને પુનઃ નંબર-2 પર ધકેલી દેશે.
2
હાલ ભારતીય ટીમ ટેસ્ટમાં જ નહીં વન-ડેમાં પણ નંબર-1 પર છે. ટી-20 ઇન્ટરનેશનલમાં બીજા પર છે. આ ત્રણેય ફોર્મેટમાં ભારતના એક સરખા 121 પોઇન્ટ છે.
3
દુબઈઃ ટીમ ઈન્ડિયા આઈસીસીના રેન્કિંગમાં પણ દબદબો બનાવી ચૂકી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ બ્રિગેડે તેના શાનદાર પ્રદર્શનથી મજબૂતીથી આગળ વધી રહી છે. આઈસીસી રેન્કિંગ તેનું સાક્ષી છે.