ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા ફરીથી એકવાર અમારી પાસે રાખવાથી ઘણું ગૌરવ અનુભવી રહ્યા છીએ. અમારી ટીમ અલગ-અલગ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર રહેવાથી અમને વધારે ખુશી થઈ રહી છે.
કોહલીએ એમ પણ કહ્યું કે, અમારી ટીમ ખૂબ સંતુલિત છે અને મને વિશ્વાસ છે કે ચાલુ વર્ષના અંતમાં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા બાદ પણ અમારું શાનદાર પ્રદર્શન શરૂ રહેશે. અમે તેના શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ, કારણકે તેનાથી ટેસ્ટ મેચને વધારે મહત્વ મળશે.
આઈસીસીના સીઈઓ મનુ સાહનીએ ભારતીય ટીમને અભિનંદન આપવાની સાથે ટેસ્ટ ક્રિકેટના મહત્વને જણાવતાં કહ્યું કે, વિશ્વકપ બાદ તેઓ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થવાની રાહ જોઈ હ્યા છે. હું ભારતને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદા જાળવી રાખવા માટે અભિનંદન આપું છું અને વિરાટ કોહલીની ટીમ છેલ્લા થોડા વર્ષોથી વિવિધ ફોર્મેટમાં શાનદાર દેખાવ કરી રહી છે.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ખિતાબ માટે નવ દેશો 27 સીરિઝમાં 71 ટેસ્ટ મેચ રમશે. જેની ફાઇનલ 2021માં રમાશે.
ICCએ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા નિયમોમાં કર્યા ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થઈ શકશે આઉટ, જાણો વિગત
ચૂંટણી પ્રચારમાં ‘ઓટો ડ્રાઈવર’ બની બોલિવૂડની આ એક્ટ્રેસ, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
પત્રકારોનો મહાપોલઃ અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોનો થશે વિજય ? જુઓ વીડિયો