‘વોર્નર-સ્મિથની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ જીતવા લોઢાના ચણા ચાવવા પડશે’, જાણો વિગત
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા સારી પ્રગતિ કરી રહી છે. આ ભારતની સંતુલિત ટીમ છે. સીરિઝ રોમાંચક બનશે તેમાં કોઈ શંકા નથી. બોલ ટેમ્પરિંગના કારણે ટીમમાંથી બહાર થઈ ગયેલા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ભારતે અહીંયા શ્રેણી જીતવા અથાગ પ્રયત્ન કરવો પડશે તેમ પણ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા સામે આગામી મહિને શરૂ થતી ટેસ્ટ શ્રેણી જીતવા વિરાટ કોહલી અને ટીમ ફેવરીટ નથી, તેમ ઓસ્ટ્રેલિયાની પૂર્વ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું. તેણે એક ક્રિકેટ વેબસાઇટને આપેલી મુલાકાતમાં કહ્યું કે, ભારત શ્રેણી જીતવા માટે ફેવરીટ છે તેમ હું માનતો નથી. કારણકે ઈતિહાસ દર્શાવે છે કે તેમના માટે આ ઘણું મુશ્કેલ સ્થળ છે.
તેણે કહ્યું કે, હું માનું છું કે વિરાટ મોટો સ્કોર કરીને અન્ય ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપે છે. તે ભૂતકાળ ભૂલીને આગળ વધવા માંગે છે અને ટીમ ઈન્ડિયાને તેના તાજેતરના વિદેશ પ્રવાસ દરમિયાન કેટલાક શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ મળ્યા છે.
ગિલક્રિસ્ટે કહ્યું કે, ભૂતકાળમાં ભારત અને ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ ટીમો અહીં આવી હતી અને તેમને પણ મર્યાદીત સફળતા મળી હતી. તેણે એમ પણ કહ્યું કે, હાલમાં ભારતનું બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે અને તે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને દબાણમાં રાખી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -