ખરાબ વર્તન કરવા બદલ ટીમ ઈન્ડિયાના મેનેજરને સીરિઝની અધવચ્ચે જ ભારત પરત મોકલી દેવાયા
abpasmita.in | 14 Aug 2019 07:20 PM (IST)
બીસીસીઆઈએ બે હાઇ કમિશનને કહ્યું કે ભારતીય હાઇ કમિશનના અધિકારીઓએ સુબ્રમણ્યમનો સંપર્ક કર્યો હતો ત્યારે તેણે અધિકારીઓને મહત્વ આપ્યું નહોતું અને ખરાબ વ્યવહાર કર્યો હતો.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝમાં ખરાબ વર્તન કરવાના મામલે ફસાયેલા ભારતીય ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમને ભારત પરત મોકલી દીધો છે. બીસીસીઆઈએ બે હાઇ કમિશનને કહ્યું હતું કે કેરેબિયામાં જે જાહેરાત દર્શાવાની હતી, તેના માટે તે ટીમના મેનેજર સુબ્રમણ્યમનો સંપર્ક કરે, પરંતુ જ્યારે ત્રિનિદાદ અને ટોબાગોમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓએ સુબ્રમણ્યમનો સંપર્ક કર્યો હતો ત્યારે તેણે અધિકારીઓને મહત્વ આપ્યું નહોતું. બોર્ડના અધિકારીએ કહ્યું કે, તેને હવે મેનેજર પદ માટે ચૂંટણી લડવા પર પણ રોક લગાવી દીધી છે. તેમણે કહ્યું કે, જ્યારે સુબ્રમણ્યમે કહ્યું કે તે ભૂલથી થયું છે. ત્યારે મુખ્ય અધિકારીઓએ તેમને સ્પષ્ટ કરી દીધું કે તેણે ભારત પરત જતાં રહેવાની જરૂર છે. એવામાં તમે જ્યારે દેશના પ્રતિનિધિ છો તો તણાવનો હવાલો આપવું વાસ્તવમાં યોગ્ય નથી. આ પહેલા પણ તેમની આ પ્રકારની હરકતોને નજરઅંદાજ કરવામાં આવી હતી. સુબ્રમણ્યમે ડિસેમ્બર 2018માં ઑસ્ટ્રેલિયાના પર્થ ટેસ્ટ દરમિયાન ખરાબ વ્યવહારના કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપ દરમિયાન પણ બૉર્ડના અધિકારીઓ તેમના વ્યવહારથી ખુશ નહોતા. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને વિરાટ કોહલીની માફી માંગી, જાણો શું છે સમગ્ર મામલો ભારતે પાકિસ્તાનને 8 વિકેટે ચટાડી દીધી ધૂળ, કાશ્મીરનો આ ક્રિકેટર છે જીતનો હીરો