હાર્દિક પંડ્યાના બર્થડે પર ટીમ ઇન્ડિયાએ કંઈક આ રીતે કરી તેની કેક થેરેપી, જુઓ Pics

હાર્દિકે શેર કરેલો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાર્દિકે પોતાનો જન્મદિવસ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગર અને ટીમ ફીઝિયો પેટ્રિક ફારહાર્ટ સાથે સેલિબ્રેટ કર્યો. આ બંનેનો પણ 11 ઓક્ટોબરે જન્મદિવસ હતો.
હાર્દિકે વીડિયો શેર કરતા સાથી ખેલાડીઓને ચેતાવણી આપતા કહ્યું કે, – વર્ષમાં એકવાર બધાનો જન્મદિવસ આવે છે, બદલો ‘સ્વીટ’ હશે. ઉલ્લેખનીય છે કે, આ 11 ઓક્ટોબરે હાર્દિકનો 24મો જન્મદિવસ હતો. દરેક ખેલાડીના જન્મદિવસ વખતે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આ પ્રકારનો જોવા મળે છે.
પંડ્યાએ પોતે જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ભેગી મળીને તેનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ખૂબ જ ફની એવા આ વીડિયોમાં ટેબલ પર મૂકેલી કેકને ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યાં મ્હોં પર લગાવી રહ્યાં છે. સાથે જ બધાએ ભેગાં મળીને તેની ટી-શર્ટ પણ ઉતારી દીધી અને તેના પર કેકનો મારો કરવા લાગ્યા.
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં આ ટેલેન્ટેડ ખેલાડીનો 24મો જન્મદિવસ નિરશ કેવી રીતે રહી શકે. ટીમ ઇન્ડિયના ખેલાડીઓએ આ અવસર પર એવી ઉજવણી કરી જે હાર્દિક પંડ્યા હંમેશા યાદ રાખશે. ભારતીય ખેલાડીઓએ પંડ્યાને કેક લગાવીને એવા હાલ કર્યા જાણે પંડ્યાને કેકમાં જ લપેટી લીધો હોય.