IND v ENG: ઓવલમાં રાહુલનો કમાલ, ચોથી ઈનિંગમાં સદી ફટકારી બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત
ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી ઈનિંગમાં સૌથી મોટી ઈનિંગ રમનારો રાહુલ બીજો ભારતીય ઓપનર છે. 1979માં સુનીલ ગાવસ્કરે પણ ઓવલ ટેસ્ટમાં ચોથી ઇનિંગમાં 221 રનની ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજા નંબર પર વેસ્ટઇન્ડિઝના ડેસમંડ હેંસ આવે છે. તેણે ચોથી ઈનિંગમાં 115 બોલમાં સદી ફટકારી છે.
હેડન બાદ શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યા આ છે. તેણે 2003-04માં ઓસ્ટ્રેલિયા સામે કેન્ડી ટેસ્ટમાં ચોથી ઈનિંગમાં 107 બોલમાં સદી ફટકારી હતી.
આ ઉપરાંત ટેસ્ટ વર્લ્ડ ક્રિકેટમાં ચોથી ઈનિંગમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ઓપનરોમાં રાહુલ ચોથા નંબર પર આવી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ ઓપનર મેથ્યુ હેડન ટોપ પર છે. તેણે 2003-04માં ઝિમ્બાબ્વે સામે સિડનીમાં ચોથી ઈનિંગમાં 84 બોલમાં સદી ફટકારી હતી.
ઓવલઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે ચોથી ઈનિંગમાં ધમાકેદાર અંદાજમાં સદી ફટકારી. રાહુલે તેની નૈસર્ગિક રમત રમીને માત્ર 118 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. આ સાથે જ તે ચોથી ઈનિંગમાં સૌથી ઝડપી સદી ફટકારનારો પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -