નવી દિલ્હીઃ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ક્રિકેટ ટીમ વિદેશ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને પ્રશાસકોની સમિતિએ આ માટે ખેલાડીઓનું દૈનિક ભથ્થું બમણું કરવાનો ફેંસલો લીધો છે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈનું સંચાલન કરી રહેલી સીઓએ વિદેશ પ્રવાસ દરમિયાન મળનારા દૈનિક ભથ્થાને બમણું કરી દીધું છે.

નવા દૈનિક ભથ્થા અંતર્ગત હવે વિદેશ પ્રવાસે જતા દરેક ખેલાડીને દૈનિક 250 ડોલર (17,800 રૂપિયા આશરે) મળશે. પહેલા આ રકમ 125 ડોલર (આશરે 8900 રૂપિયા) હતી. આ ભથ્થુ બિઝનેસ ક્લાસમાં પ્રવાસ, રોકાણ અને લોન્ડ્રીના ખર્ચથી પર છે. જેની ચુકવણી બીસીસીઆઈ કરે છે.

ભારતીય ટીમે ચાલુ વર્ષે મોટાભાગની મેચો ઘર આંગણે જ રમવાની છે. ટીમ આગામી વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.

કોંગ્રેસના સ્થાપના દિવસ પર પાર્ટીને મળી શકે છે નવું હેડ ક્વાર્ટર, નામ જાણીને ચોંકી જશો

વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યો દીપક પૂનિયા, ઈતિહાસ રચવાથી માત્ર એક કદમ દૂર