બાંગ્લાદેશ સામેની આજે પ્રથમ ટી20 રોહિત આ 11 ખેલાડીઓ સાથે ઉતરી શકે છે મેદાનમાં, જુઓ લિસ્ટ
abpasmita.in | 03 Nov 2019 11:13 AM (IST)
વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે શરૂ થશે
નવી દિલ્હીઃ ભારત આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટી20 મેચ રમવા મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે શરૂ થશે. રોહિતની આગેવાનીમાં બાંગ્લાદેશને ઘેરવા ભારતીય ટીમ પુરેપુરી તૈયાર છે, આજની પ્રથમ ટી20માં રોહિત કયા કયા ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે, તેની સંભવિત પ્લેઇંગ ઇલેવન અહીં બતાવવામાં આવી છે. જુઓ લિસ્ટ.... ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન... ઓપનર- રોહિત શર્મા, શિખર ધવન નંબર 3- કેએલ રાહુલ નંબર 4- શ્રૈયસ અય્યર નંબર 5- મનિષ પાંડે નંબર 6- ઋષભ પંત નંબર 7- શિવમ દુબે નંબર 8- કૃણાલ પંડ્યા નંબર 9- વૉશિંગટન સુંદર નંબર 10- દીપક ચાહર નંબર 11- શાર્દૂલ ઠાકર