નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થઇ રહેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. વિશાખાપટ્ટનમમાં ભારત આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરશે. બીસીસીઆઇએ આજે ટીમની જાહેરાત કરી જેમાં રોહિત શર્મા અને રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે.

ખાસ વાત છે કે, ભારતીય ટેસ્ટ ટીમમાં લાંબા સમય બાદ વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન રિદ્ધિમાન સાહાની વાપસી થઇ છે. સાહાને કોહલીએ પંતની જગ્યાએ ટીમમાં સમાવ્યો છે. સાહાએ તાજેતરમાં જ ઇન્ડિયા એ માટે સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ઉપરાંત તેને ઘરેલુ સ્તરમાં પણ સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે. બીજીબાજુ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન કંઇક ખાસ પ્રદર્શન ન હતો કરી શક્યો. પણ તે પહેલાની સીરીઝમાં તેને રન બનાવી ચૂક્યો છે.



બીજીતરફ ટેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા કેએલ રાહુલ સતત ઓપનર તરીકે ફેલ થતાં રોહિત શર્માને ચાન્સ આપવામાં આવ્યો છે.



પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન.....
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપ-કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.