11 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા જશે આયરલેન્ડના પ્રવાસે, ટી-20 સીરીઝ રમશે
વનડે સીરીઝ: પ્રથમ વનડે 12 જુલાઈ, બીજી અને ત્રીજી વનડે 14 અને 17 જુલાઈએ રમાશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત વર્ષ 2007માં બેલ્ફાસ્ટમાં આયરલેન્ડ સામે એક વન-ડે રમી હતી. હવે દસ વર્ષ બાદ આયરલેન્ડ જશે. ટી-20 ફોર્મેટની વાત કરીએ તો આયરલેન્ડે ભારત સામે એક જ ટી-20 મેચ રમી છે. તે પણ 2009માં ટી-20 વર્લ્ડકપ વખતે રમાઈ હતી. જેમાં ભારતે જીત મેળવી હતી.
બીસીસીઆઈએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે આરયલેન્ડના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈગ્લેન્ડના પ્રવાસ પર જશે. જ્યાં ઈગ્લેન્ડ સાથે ત્રણ ટી-20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચની લાંબી સીરીઝ રમશે. ઈંગ્લેન્ડ સાથે પ્રથમ ટી-10 મેચ 3 જુલાઈએ માનચેસ્ટરમાં રમાશે.
ટેસ્ટ સીરીઝ: પ્રથમ ટેસ્ટ 1-5 ઓગસ્ટ, બીજી ટેસ્ટ 9-13 ઓગસ્ટ, ત્રીજી ટેસ્ટ 18-22 ઓગસ્ટ, ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર અને પાંચમી ટેસ્ટ 7-11 સપ્ટેમ્બરે રમાશે.
ઈગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચનો કાર્યક્રમ આ મુજબ રહેશે. ટી-20 સીરીઝ: 3 જુલાઈએ પ્રથમ ટી-20, 6 જુલાઈએ બીજી ટી-20, અને 8મી જુલાઈએ ત્રીજી ટી-20 રમાશે.
નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ આયરલેન્ડ જશે. ભારતીય ટીમ 11 વર્ષ બાદ આયરલેન્ડના પ્રવાસે જશે. જ્યાં બે ટી-20 મેચની સીરીઝ રમશે. આ બન્ને ટી-20 મેચ ડલ્બિનમાં 27 અને 29 જૂને રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -