નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મહિનાથી ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. હાલમાં દક્ષિણ આફ્રિકન દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રૉન કેર વર્તાવવાનુ શરુ કરી દીધુ છે, જેને ધ્યાનમાં રાખીને સીરીઝને સુરક્ષિત માહોલમાં રમાડવા માટે પ્રયાસો કરાઇ રહ્યાં છે. ત્યારે ખબર આવી રહી છે કે, ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા કડક ક્વૉરન્ટાઇન પીરિયડમાંથી પસાર થવુ પડશે. ઉલ્લેખનીય છે કે, ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે. બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચની શરૂઆત થશે.
ત્રણ દિવસ મુંબઇમાં ક્વૉરન્ટાઇ રહેશે ટીમ ઇન્ડિયા-
ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જાય તે પહેલા તેમને ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડશે. રિપોર્ટ છે કે, ભારતીય ટીમ 15 ડિસેમ્બરે ચાર્ટર્ડ પ્લેનથી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા રવાના થશે, આ ટીમ ઇન્ડિયાના તમામ સભ્યોને મુંબઇમાં ત્રણ દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ક્રિકેટ ટીમો ચુસ્ત બાયૉ બબલ સાથે ક્રિકેટ રમી રહી છે, પરંતુ તેમ છતાં એમિક્રૉનનો ખતરો દક્ષિણ આફ્રિકન દેશોમા વધુ છે.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)