IND vs WI: ટીમ ઈન્ડિયાએ 3-1થી જીતી સીરીઝ, રોહિત શર્માની અડધી સદી
તિરુવનંતપુરમઃ ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની વનડે સીરીઝ ભારતે 3-1થી જીતી લીધી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 31. 5 ઓવરમાં 104 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ભારતને જીત માટે 105 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.5 ઓવરમાં 9 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ખલિલ અહમદ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.
મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનારા રવિન્દ્ર જાડેજાને ‘મેન ઑફ ધ મેચ’ જાહેર કર્યો હતો. જાડેજાએ 34 રન આપી 4 વિકેટો ઝડપી. જ્યારે આ સીરીઝમાં ત્રણ સદી સાથે સૌથી વધુ 452 રન બનાવનારા કેપ્ટન વિરાટ કોહલીને મેન ઑફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
રોહિત શર્માએ શાનદાર અડધી સદી ફટકારી(63) અણનમ રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા હતા
પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝેની શરૂઆત ખુબજ ખરાબ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે 19 ઓવરમાં 63 રનના સ્કૉર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન જેસોન હોલ્ડરે સર્વાધિક 25 રન બનાવ્યા હતા જ્યારે સેમ્યુઅલે 24 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -