આ 14 વર્ષના ગુજરાતી ક્રિકટરે ફટકાર્યા અણનમ 556 રન, જાણો વિગત
1983 વર્લ્ડ કપના વિજેતા ક્રિકેટર મોહિંદર અમરનાથે પ્રિયાંશુની પ્રશંસા કરતા કહ્યું હતું કે, મેં તેને પ્રથમવાર જોયો ત્યારે મને ખ્યાલ હતો કે હું કંઇક ખાસ જોઈ રહ્યો છું. તે પ્રતિભાશાળી છે અને સમયની સાથે તક મળતા તેમાં ખૂબ સુધારો આવશે. મને તેનું જનૂન પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગી એકેડમીની બીજી ઈનિંગ 84 રને સમેટાઈ ગઈ હતી. પ્રિયાંશુએ જોરદાર પ્રદર્શન કરતાં પોતાની ઓફ સ્પિનની મદદથી પ્રથમ ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી.
યોગી ક્રિકેટ એકેડમીની પ્રથમ ઈનિંગ 52 રને સમેટાયા બાદ અમરનાથ ક્રિકેટ એકેડમીના પ્રિયાંશુની 319 બોલની વિશાળ ઈનિંગની મદદથી 4 વિકેટ પર 826 રન બનાવીને દાવ ડિક કર્યો હતો.
ડીકે ગાયકવાડ અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રિયાંશુ મોલિયાએ 556 રનની તોફાની ઈનિંગ રમી હતી. મોહિંદર લાલા અમરનાથ ક્રિકેટ એકેડમી તરફથી રમતા પ્રિયાંશુએ પોતાની ઈનિંગમાં 98 ચોગ્ગા ફટકાર્યા હતા આ ઉપરાંત તેણે એક સિક્સ પણ ફટકારી હતી. પ્રિયાંશુની આ ઈનિંગની મદદથી અમરનાથ એકેડમીએ યોગી ક્રિકેટ એકેડમીને ઈનિંગ અને 690 રને પરાજય આપ્યો હતો.
વડોદરાઃ ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી ચુકેલો પૃથ્વી શો 14 વર્ષની ઉંમરમાં 546 રનની ઈનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. હવે આટલા જ વર્ષના વધુ એક યુવકે તમામને ચોંકાવી દીધા છે. મંગળવારે તેણે બે દિવસીય ટૂર્નામેન્ટમાં શાનદાર ઈનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -