પૂજારા બાદ વધુ એક ગુજરાતી ક્રિકેટર રમશે કાઉન્ટી ક્રિકેટ, જાણો વિગત
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અક્ષર કિંગ્સ ઇલેવન પંજાબના સ્થાયી સભ્યો પૈકીનો એક છે. ચાલુ વર્ષે થયેલી ઓકશનમાં અક્ષર પંજાબ વતી રિટેન કરવામાં આવેલો એકમાત્ર ખેલાડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષર પટેલ તેના પિતા સાથે.
અક્ષર પટેલની તસવીર ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
અક્ષર અત્યાર સુધીમાં 38 વન-ડેમાં 45 અને 11 ટી-20માં 9 વિકેટ લઈ ચૂક્યો છે. બેટિંગમાં તેનો સર્વોચ્ચ સ્કોર અનુક્રમે 38 અને 20 રન છે.
અક્ષરે 2012માં ગુજરાત વતી ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. ભારતની રાષ્ટ્રીય ટીમમાં અક્ષરે 15 જુન, 2014ના રોજ બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે વન ડે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે ટી-20માં 17 જુલાઈ, 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું.
પૂજારા યોર્કશાયર, ઈશાંત સસેક્સ અને એરોન લિસેસ્ટરશાયર માટે રમશે. ગત વર્ષે વોરસેસ્ટરશાયર તરફથી રમી ચૂકેલો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ચાલુ વર્ષે કાઉન્ટી ક્રિકેટ રમી શકે છે, પરંતુ તેના પર હજુ ફેંસલો થવાનો બાકી છે.
24 વર્ષીય અક્ષર ચાલુ વર્ષે ભારત તરફથી કાઉન્ટી ક્રિકેટમાં રમનારો ચોથો ક્રિકેટર બનશે. અક્ષર પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, ઈશાંત શર્મા અને વરુણ એરોન પણ આ વર્ષે કાઉન્ટી ક્રિકેટ રમશે.
સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાથે કાઉન્ટી ચેમ્પિયનશિપની અંતિમ છ મેચ માટે ડરહમે કરાર કર્યો છે. અક્ષર 19 ઓગસ્ટે કાર્ડિફમાં ગ્લેમોર્ગન સામે રમાનારી મેચથી કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ કરશે.
નવી દિલ્હીઃ કાઉન્ટી ક્રિકેટમાં ભારતીય ક્રિકેટરોની સંખ્યા સતત વધી રહી છે. હવે આ લિસ્ટમાં ટી-20 ટીમના સ્ટાર સ્પિનર અને ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલનો સમાવેશ થયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે જ સ્પિનર અક્ષર પટેલને ઈંગ્લિશ ક્રિકેટ કાઉન્ટી ટીમ ડરહમનો નવો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -