BCCIની સૂચનાને ઘોળીને પી ગયો ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર, ચુકવવી પડે શકે છે મોટી સજા
તેણે એમ પણ કહ્યું કે, અહીંયા જેટલી બોલિંગ કરીશ તેટલો ઓસ્ટ્રેલિયામાં વધારે ફાયદો થશે. મારા માટે મેચમાં બોલિંગ કરવી તૈયારીની સૌથી શ્રેષ્ઠ રીત છે. શમીની તુલનામાં બંગળના નિયમિત સ્ટ્રાઇક બોલર અશોક ડિંડાએ 19 અને ઈનાશ પોરેલ તથા મુકેશ કુમારે અનુક્રમે 18 તથા 14 ઓવર બોલિંગ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમી ચાલુ વર્ષે 9 ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે 33 વિકેટ લઈ ચુક્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા સામે ઈનિંગમાં 5 વિકેટ પણ સામેલ છે.
શમીએ મેચના બીજા દિવસે 26 ઓવરમાં 100 રન આપીને 3 વિકેટ લીધા બાદ પત્રકારોને જણાવ્યું કે, જ્યારે તમે તમારા રાજ્ય માટે રમતા હો છો ત્યારે પણ જવાબદારી નીભાવવાની હોય છે. હું સારું અનુભવી રહ્યો હતો. વિકેટથી પણ મદદ મળતી હહતી. તેથી મેં જેટલી બોલિંગ થાય તેટલી કરી. આ મારો ખુદનો ફેંસલો હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ પ્રવાસને ધ્યાનમાં બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રણજી મેચમાં ઈનિંગ દરમિયાન 15 થી 17 ઓવર જ ફેંકવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ બંગાળના આ ફાસ્ટ બોલરે 26 ઓવર બોલિંગ કર્યા બાદ કહ્યું કે, આ મારો ખુદનો ફેંસલો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -