ટીમ ઈન્ડિયામાં પસંદગીથી ખુશ હતો આ ક્રિકેટરનો પરિવાર, બાદમાં થઈ આવી દુર્ઘટના, જાણો વિગત
હાલ શાર્દુલ ઠાકુર આઈપીએલમાં એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આઈપીએલ સીઝન-11ની હરાજીમાં બે વર્ષ બાદ પરત ફરનારી ચેન્નાઈની ટીમે આ બોલરને 2 કરોડ 60 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. આઈપીએલની સાત મેચમાં તેણે આઠ વિકેટ લીધી છે અને અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને કેપ્ટનનું દિલ જીતી લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાર્દુલ ઠાકુર 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે પ્રથમ મેચ રમ્યો ત્યારે તેની જર્સીને લઈ ટ્રોલ કરવામાં આવ્યો હતો. શાર્દૂલે 10 નંબરની જર્સી પહેરી હતી, આ જર્સી સચિન પહેરેતો હતો. જેને લઈ સચિનના પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કર્યો હતો. સચિનના પ્રશંસકોની ભાવનાઓને જોતાં આખરે 29 નવેમ્બર, 2017ના રોજ બીસીસીઆઈએ દસ નંબરની જર્સીને કાયમ માટે વિદાય કરવાનો ફેંસલો લીધો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરના માતા-પિતાના એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને મહારાષ્ટ્રના પાલઘર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાર્દુલ ઠાકુરનો અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ડિયા એ ટીમમાં પણ તેનો સમાવેશ કરાયો છે.
માર્ચ મહિનામાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ફ્લાઇટમાંથી ઉતરીને લોકલ ટ્રેનમાં સવાર થયો હતો. જે માટે તેણે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ પણ લીધી હતી. યાત્રીઓથી ભરેલી ટ્રેનમાં એક પણ વ્યક્તિ ટીમ ઈન્ડિયાના આ બોલરને ઓળખી શક્યા નહોતા.
મુંબઈની લાઈફ લાઈન કહેવાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો શાર્દુલ ઠાકુર.
ક્રિકેટર શાર્દુલ ઠાકુરના પિતા નરેન્દ્ર ઠાકુર અને માતા હંસા ઠાકુર મોટરસાયકલ લઇને એક લગ્ન સમારંભમાં હાજરી આપવા જતા હતા. જ્યાંથી પરત ફરતી વખતે બાઇક સ્લિપ થવાથી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસના લોકોએ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -