ટીમ ઈન્ડિયાના કોચ શાસ્ત્રીનું મોટું નિવેદન, વિદેશમાં ટેસ્ટ મેચમાં અશ્વિન-જાડેજા નહીં આ હશે ટીમનો મુખ્ય સ્પિનર, જાણો વિગત
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનો હીરો રહેલા ચેતેશ્વર પૂજારાને ઈંગ્લેન્ડ સામે બર્મિંઘમ ટેસ્ટમાં અંતિમ 11માં સ્થાન મળ્યું નહોતું. જેને લઈ શાસ્ત્રીએ કહ્યું કે, તેની ટેકનિકમાં કોઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ તેણે ક્રીઝ પર ઉભા રહેવાની રીતમાં ફેરફાર કર્યો, જેનો ફાયદો તેને મળ્યો. આ મોટી વાત નહોતી. જ્યારે તમે વર્ષોથી ક્રિકેટ રમતા હો ત્યારે તમારી સાથે આમ થઈ શકે છે. મને લાગ્યું કે તેને સુધારી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલદીપે વરસાદથી પ્રભાવિત સિડની ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી હતી અને મોટાભાગના ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો તેની બોલિંગ સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. શાસ્ત્રીએ કહ્યું, કુલદીપે જે રીતે સિડનીમાં બોલિંગ કરી તેનાથી હું ઘણો પ્રભાવિત થયો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ સમય સ્પિનરોનો છે. સિડનીની બોલિંગથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે અમારો મુખ્ય સ્પિનર હશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ વિદેશમાં ભારતીય ટીમના મુખ્ય સ્પિનરને લઈ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સિડની ટેસ્ટમાં પાંચ વિકેટનો ઉલ્લેખ કરી રહ્યું કે, વિદેશમાં અનુભવી રવિચંદ્રન અશ્વિનના સ્થાને કુલદીપ યાદવ ટીમનો મુખ્ય સ્પિનર હશે. શાસ્ત્રીએ કહ્યું કે, કુલદીપ પહેલા જ અશ્વિન અને જાડેજાથી આગળ નીકળીને દેશનો નંબર વન સ્પિનર બની ગયો છે.
શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે પહેલા પણ વિદેશમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચુક્યો છે અને પાંચ વિકેટ લીધી છે. આ સ્થિતિમાં તે અમારો મુખ્ય સ્પિનર હશે. અશ્વિનના ખરાબ ફોર્મ તરફ ઈશારો કરીને કહ્યું કે, દરેકનો સમય હોય છે પરંતુ હવે કુલદીપ વિદેશોમાં અમારો ટોચનો સ્પિનર્સ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -