બુમરાહે કહ્યું કે, રોહિતે મારી આઈપીએલ કરિયરની શરૂઆતમાં ખૂબ મોકળાશ આપી હતી. મેચ દરમિયાન તે મારી પાસે આવે છે અને બોલિંગ અંગે પૂછે છે. તે મારી બોલિંગ મુજબ ફિલ્ડિંગ ગોઠવે છે. જે ક્યારેક કામ કરે છે તો ક્યારેક નથી કરતું. હું ટીમ ઈન્ડિયાનો પ્લેયર નહોતો તે પહેલાથી તે મને જુએ છે અને હાલમાં પણ જોઈ રહ્યો છે.
જસપ્રીત બુમરાહે કહ્યું કે, હું બાળપણમાં ટેનિસ બોલથી રમતો હતો. આ બોલથી તમે એક પ્રકારનો જ બોલ ફેંકી શકો છો. તેમાં લેંથ તો તમારા હિસાબથી હોય છે પરંતુ બાઉન્સર નથી નાંખી શકાતો. તે સમયે હું શોખથી રમતો હતો પરંતુ જ્યારે પ્રોફેશનલી રમવા લાગ્યો ત્યારે આ વાતનો અનુભવ થયો. બોલ પર કંટ્રોલ રાખવા તમારે ખૂબ મહેનત કરવી પડે છે. બોલિંગને સૌથી વધારે મજબૂત કડી યોર્કર પર મેં ખૂબ મહેનત કરી અને તેમાં નિપૂણતા મેળવી.