ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓપનર ઘરેલુ ટુર્નામેન્ટમાં રમશે, જાણો કેમ લીધો આવો નિર્ણય
એશિયા કપમાં રોહિતે બેટિંગમાં કમાલ કરી હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી નથી. જેના કારણે તેણે ફોર્મ જાળવી શકાય અને વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 શ્રેણી પહેલા પૂરતી પ્રેક્ટિસ મળી રહે તે માટે વિજય હજારે ટ્રોફીમાં રમવાનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ રોહિત શર્મા ઘરેલુ ક્રિકેટમાં રમશે. અમે 10 તારીખે ટીમની પસંદગી કરીશું. મુંબઈની ટીમમાં તેના સમાવેશથી અમને મોટો લાભ થશે. રોહિત અમારા માટે એક કે બે મેચમાં રમશે. શ્રેયસ ઐય્યર ટીમની કેપ્ટનશિપ કરશે.
નવી દિલ્હીઃ ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ટોચના કેટલાક ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટમાં રમવાનું ભાગ્યે જ પસંદ કરતા હોય છે. પરંતુ ભારતના વન-ડે અને ટી-20 ટીમના ઓપનર રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં રમવાનો નિર્ણય કર્યો છે.
થોડા સમય પહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, ધોનીએ પણ ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવું જોઈએ. તેનાથી તેનો આગવો લય પરત મેળવી શકશે. ચાલુ વર્ષે ધોનીએ 9 વનડેમાં 27ની સરેરાશથી 189 રન બનાવ્ય છે. ઇંગ્લેન્ડ અને એશિયા કપમાં તે રન બનાવતાં સંઘર્ષ કરતો જોવા મળ્યા બાદ ગાવસ્કરે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -