લાંબા વાળના કારણે ટીમમાં મને નહોતો મળ્યો મોકો, જાણો ટીમ ઇન્ડિયાના ક્યા ક્રિકેટરે કર્યો ખુલાસો
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં સદી ફટકારી ટીમ ઈન્ડિયા માટે જીતનો પાયો નાંખનાર મુરલી વિજય ટેસ્ટ ક્રિકેટનો સ્ટાઇલિશ બેટ્સમેન છે. તેની ટેકનિક અને બેટિંગના દરેક ફેન છે. પોતાના સ્ટાઇલિશ લુકને લઈ તે ફેન્સના દિલમાં સ્થાન બનાવી લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુરલી વિજય ટીમ ઈન્ડિયાનો ટેસ્ટનો સ્ટાર ઓપનર છે. તેણે 57 ટેસ્ટમાં 3907 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 15 અડધી સદી સામેલ છે.
મુરલી વિજય આઈપીએલ 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. જેમાં તેને બહુ ઓછો મોકો મળ્યો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ આઇપીએલ વિજેતા બન્યું હતું.
હરભજન સિંહના વેબ શો ભજ્જી બ્લાસ્ટમાં વાત કરતા તેણે વાળાના કારણે સિલેક્શન ન થયું હોવાનો ખુલાસો કર્યો હતો. ટીમ ઈન્ડિયાના ઓપનરે જણાવ્યું કે, જ્યારે તે 21 વર્ષનો હતો ત્યારે તમિલનાડુની ટીમમાં તેના લાંબા અને સ્ટાઇલિશવાળને કારણે પસંદગી કરવામાં આવી નહોતી. મુરલીએ એમ પણ કહ્યું તેના કારણે કરિયર પર કોઈ અસર પડી નથી.
ટીમ ઈન્ડિયાના સ્ટાઇલિશ ક્રિકેટર્સના લિસ્ટમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા બાદ મુરલી વિજયનું પણ નામ આવે છે. તાજેતરમાં જે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં તે લાંબાવાળ સાથે રમતો નજરે પડ્યો હતો.
મુરલી વિજય અને શિખર ધવનની જોડીએ એક સાથે અનેક મોકા પર ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી છે. હવે તેમના પર ઇંગ્લેન્ડ પ્રવાસની જવાબદારી છે. ભારતે ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.
વિજયે જણાવ્યું કે આ તે સમયે ધોની ભારતીય ટીમનો કેપ્ટન હતો અને તેના વાળ પણઘણા લાંબા હતા. ત્યારે વિજય પણ ક્બલ ક્રિકેટમાં તેની સાથે રમ્યો અને તેના મિત્રોને જણાવ્યું કે આના વાળ પણ આટલા લાંબા છે અને ઈન્ડિયા માટે રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -