બુમરાહે ચેન્નાઇ સુપર કિંગ્સની સામે આઇપીએલની ફાઇનલમાં 4 ઓવરોમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી. આની સાથે જ 150 રનોના સ્કૉરને પણ ચેન્નાઇ માટે મોટુ બનાવી દીધુ હતું
નવી દિલ્હીઃ દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે આઇપીએલની 12મી સિઝનની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે શાનદાર બૉલિંગ કરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતેલા બુમરાહની પ્રસંશા કરી છે. જસપ્રીત બુમરાહને સચીને દુનિયાનો બેસ્ટ બૉલર ગણાવ્યો છે. બુમરાહે ચેન્નાઇ સુપર કિંગ્સની સામે આઇપીએલની ફાઇનલમાં 4 ઓવરોમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી. આની સાથે જ 150 રનોના સ્કૉરને પણ ચેન્નાઇ માટે મોટુ બનાવી દીધુ હતું. માત્ર એક રનથી ચેન્નાઇને હરાવીને મુંબઇએ ચોથી વાર આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. મેચ બાદ મુંબઇ ઇન્ડિયન્સના યુવરાજ સિંહે સચિનનું ઇન્ટરવ્યૂ લીધુ, જેમાં સચિને બુમરાહની જબરદસ્ત પ્રસંશા કરી અને તેને આજના સમયનો દુનિયાનો સૌથી બેસ્ટ બૉલર ગણાવી દીધો હતો. સચિને કહ્યું કે, 'બુમરાહ આજની તારીખનો દુનિયાનો સૌથી બેસ્ટ બૉલર છે. હજુ તેનું શ્રેષ્ઠ આવવાનું બાકી છે.'