Rafael Nadal Corona Positive: દુનિયાના મોટાભાગના દેશોમાં હવે કોરોનાએ ફરીથી ઉથલો મારવાની શરૂઆત કરી દીધી છે. દિગ્ગજ ટેનિસ સ્ટાર રાફેલ નડાલ (Rafael Nadal) કોરોના વાયરસથી (Corona Virus) સંક્રમિત થઇ ગયો છે. તે સ્પેન (Spain) પહોંચ્યા બાદ કોરોના પૉઝિટીવ નીકળ્યો. તેને ગયા અઠવાડિયે અબુધાબીમાં પ્રદર્શની મેચમાં ટેનિસ કોર્ટ પર વાપસી કરી હતી. રાફેલ નડાલે સોમવારે આની જાણકારી આપી. રાફેલ નડાલે ટ્વીટ કરીને ખુદ કોરોના પૉઝિટીવ હોવાની જાણ કરી છે.
રાફેલ નડાલે નિવેદનમાં કહ્યું કે હું એ બતાવવા માંગુ છુ કે અબુધાબી ટૂર્નામેન્ટ રમ્યા બાદ ઘરે પરત ફર્યા અને બાદમાં કોરોના પૉઝિટીવ નીકળ્યુ છુ. સ્પેન પહોંચવા પર મારો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
તેને આગળ કહ્યું - આશા છે કે હું ધીમે ધીમે ઠીક થઇ જઇશ, હું હવે હોમ બાઉન્ડ છુ અને જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હતા, તે ટેસ્ટ કરાવી લે. સ્થિતિના પરિણામસ્વરૂપ, મારે મારા કેલેન્ડરની સાથે થોડુ લચીલાપન રહેવુ પડશે, અને હું મારી તબિયતના આધાર પર પોતાના ઓપ્શનનુ વિષ્લેષણ કરીશ. હું મારા ભવિષ્યની ટૂર્નામેન્ટ વિશે કોઇપણ નિર્ણય વિશે તમને સૂચિત કરતો રહીશ.
આ પહેલા ગુરુવારે અબુધાબીમાં રાફેલ નડાલે છેલ્લા ચાર મહિનામાં પોતાની પહેલી મેચ રમી. એન્ડી મરે વિરુદ્ધ મેચને તે સીધા સેટમાં હારી ગયો. પગમાં ઇજા થવાના કારણે ટેનિસ કોર્ટમાંથી દુર થયો હતો. તે ઓગસ્ટથી કોઇ મેચ ન હતો રમ્યો. ત્યારે વૉશિંગટનમાં લૉયડ હેરિસ વિરુદ્ધ હાર મળી હતી, તે વિમ્બલ્ડન, ટોક્યો ઓલિમ્પિક, અને યુએસ ઓપનમાં પણ ન હતો રમ્યો.
--- -
આ પણ વાંચો--
ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?
Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ