નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. ટીમ ઇન્ડિયા આગામી 26 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયા સેન્ચુરિયન પહોંચી ગઇ છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સુરક્ષામાં વધારો કરી દીધો છે. આ માટે આફ્રિકન બોર્ડ સતત બીસીસીઆઇના સંપર્કમાં છે. મેચ અગાઉ ક્રિકેટ ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ઓમિક્રોનના કારણે સાઉથ આફ્રિકન બોર્ડે પ્રથમ મેચ દર્શકો વિના જ આયોજીત કરવાનો નિર્ણય લીધો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઓમિક્રોનના વધતા  કેસને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચ માટે ટિકિટ ન વેચવાનો નિર્ણય લીધો છે આફ્રિકન સરકાર છેલ્લા દિવસોમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા 2000 લોકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી હતી. પરંતુ બોર્ડે હવે ખેલાડીઓની સુરક્ષાને જોતા આ નિર્ણય લીધો છે.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી મેચ ત્રણ જાન્યુઆરીથી જ્હોનિસબર્ગમાં રમાશે જ્યારે ત્રીજી મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.


ભારતીય ટીમઃ


 


વિરાટ કોહલી (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, કેએલ રાહુલ, (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, આર.અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ


પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક


 


Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ


 


ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે


ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે