આ ભારતીય ખેલાડી પર બનશે બાયોપિક, ખુદ કર્યો ખુલાસો.....
નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર ફિલ્મ બનાવવાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. મિલ્ખા સિંહ અને બોક્સર મેરીકોમના જીવન પર બનેલ ફિલ્મોમાં સફળતા બાદ ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક પણ ખૂબ સફળ રહી છે. હવે બેડમિંટન સ્ટાર્સ સાઈના નેહવાલ અને પીવી સિંધુની બાયોપિક પણ બની રહી છે ત્યારે સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ એ સ્પષ્ટ કર્યું છે કે, ટૂંક સમયમાં તેની બાયોકિ પણ આવવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાનિયાની બાયોપિક આવી રહી છે એ અહેવા ઘણાં દિવસથી ચાલી રહ્યા હતા જોકે હવે સાનિયાએ જ આ વાતને સમર્થન આપ્યું છે. સાનિયા મિર્ઝાએ શુક્રવારે કહ્યું કે, ફિલ્મમેકર રોની સ્ક્રૂવાલા તેની બાયોપિક ફિલ્મ બનાવશે.
ટેનિસની પ્રતિષ્ઠિત ગ્રાન્ડસ્લેમ જીતનારી ભારતની એકમાત્ર મહિલા ખેલાડીએ જણાવ્યું કે, તેણે આ બાયોપિક માટે કોન્ટ્રાક્ટ પર સહી કરી દીધી છે અને તેના પર પહેલાથી જ કામ શરૂ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -