ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટમાં પૃથ્વી શોને મળશે તક, આ ખેલાડી થઈ શકે છે બહાર....
નવી દિલ્હીઃ લંડન અને ઓવલ મેદાન પર 7 સપ્ટેમ્બરથી શરૂ થનારા 5 મેચ સીરઝના અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જેની બધા રાહ જોઈ રહ્યા છે તે પોતાની કેપ્ટનશીપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપ ભારતને જીતાડનાર પૃથ્વી શોને લોકેશન રાહુલની જગ્યાએ તક મળી શકે છે. જો આમ થાય તો આ તેમને ડેબ્યૂ મેચ હશે.
લોકેસ રાહુલે આ શ્રેણીની ચાર ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. લોકેશ રાહુલે 4 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં ફક્ત 113 રન બનાવ્યા છે અને તેની એવરેજ ફક્ત 14.12ની રહી છે. રાહુલ એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી. તેનો બેસ્ટ સ્કોર 36 રન છે. તેથી માનવામાં આવે છે કે પાંચમી ટેસ્ટમાં પૃથ્વી શો ને ટેસ્ટ ડેબ્યુની તક મળી શકે છે.
પૃથ્વી શોએ 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં 56.72ની એવરેજથી 1418 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ પૃથ્વી શોએ ત્રણ સદી ફટકારી છે.