IPL 2021નું ઓક્શન ચેન્નઈમાં ગઈકાલે પૂરુ થઈ ગયું છે. તેની સાથે IPLના સ્પોન્સરનું નામ પણ સામે આવ્યું છે. IPLને આ વર્ષે ચાઈનીઝ કંપની Vivo જ સ્પોન્સર કરશે. કારણ કે અપેક્ષા મુજબની ઓફર નહીં થવાને કારણે બીજી કંપનીમાં અધિકારો સ્થાનાંતરિત કરવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા.

Vivoનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે સ્પોન્સરશિપનો કરાર 440 કરોડ રૂપિયા પ્રતિવર્ષ છે. પૂર્વ લદ્દાખમાં હિંસાત્મક ઘર્ષણ બાદ ભારત-ચીન સરહદ પર વધેલા તણાવને જોતા ગત વર્ષે તેની સ્પોન્સરશિપ રદ કર કરવામાં આવી હતી. જો કે, હવે Vivoની વાપસી થઈ છે.

BCCI સૂત્રોએ પીટીઆઈને કહ્યું કે, “ડ્રીમ11 અને અનએકેડમીએ આ વર્ષ માટે જે ઓફર કરી હતી તે Vivoની ધારાણાની અનુરુપ નહોતી તેથી તેણે આ વર્ષે ખૂદ સ્પોન્સરશિપ બનવાનો નિર્ણય કર્યો છે.

ડ્રીમ 11 IPL 2020નું ટાઈટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયા આપીને આ અધિકાર મેળવ્યા હતા. Vivo પાંચ વર્ષના કરાર માટે એક વર્ષમાં જેટલી રકમ આપશે તેનાથી આ લગભગ અડધી હતી. રિપોર્ટ્સ અનુસાર Vivoએ 2018થી 2022 સુધી આઈપીએલ સ્પોન્સરશિપનો અધિકાર 2190 કરોડ રૂપિયામાં પ્રાપ્ત કર્યા હતા.