Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સચિન, દ્રવિડ સહિત આ ક્રિકેટરો પણ ફસાયા છે બોલ ટેમ્પરિંગના વિવાદમાં, જાણો વિગત
સાઉથ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ બોલ ટેમ્પરિંગમાં ફસાઇ ચૂક્ય છે. તેના પર મેચની 100 ટકા ફીનો દંડ લગાવવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનનો શાહિદ આફ્રિદી જાન્યુઆરી 2010માં ઓસ્ટ્રેલિયાના વાકામાં રમાયેલી વન-ડેમાં બોલને બચકું ભરતો કેમેરામાં કેદ થયો હતો.
ઈંગ્લેન્ડની ટીમ 1976-77માં ભારતના પ્રવાસે હતી. ક્રિકેટ ઇતિહાસમાં આ ઘટનાને વેસલીન કાંડ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના તત્કાલની કેપ્ટન બિશન સિંહ બેદીએ જોન લેવર પર બોલને વેસલિંગ લગાવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તપાસ બાદ આરોપ સાચો સાબિત થયો હતો પરંતુ મામલો દબાવી દેવામાં આવ્યો હતો. જોને આ ઘટના બાદ 13 મેચ રમી પરંતુ ભારત પ્રવાસના પ્રદર્શનનું પુનરાવર્તન ક્યારેય કરી શક્યો નહીં.
પાકિસ્તાની બોલર્સ પર બોલ ટેમ્પરિંગના અનેક આરોપો લાગ્યા છે. 1980ના દાયકમાં વકાસ યુનુસ પર બોટલના ઢાંકણાથી બોલનો આકાર બદલવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે. જ્યારે 2000માં પાકિસ્તાનના શ્રીલંકા પ્રવાસ દરમિયાન વકાર બોલની સિલાઇ સાથે છેડછાડ કરતો કેમેરામાં કેદ થયો હતો. જેના કારણે તેના પર મેચ ફીના 50 ટકા દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવાયો હતો.
રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પર 2002-03માં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન અણીદાર ચીજથી બોલ સાથે ચેડાં કરતો હોવાનો કેમેરામાં કેદ થયો હતો. જે બાદ તેને ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ તે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંક સામેની શ્રેણીમાં બોલ સાથે છેડછાડ કરતો નજરે પડ્યો હતો. આ માટે તેના પર બે મેચનો પ્રતિબંધ અને મેચ ફીનો 75 ટકા દંડ લગાવાયો હતો. આ ઉપરાંત 2010માં ઇંગ્લેન્ડ સામે વનડેમાં પણ તેના પર બોલને શૂઝથી ખરાબ કરવાનો આરોપ લાગ્યો હતો.
ક્રિકેટના ભગવાન કહેવાત સચિન તેંડુલકર પર પણ આ આરોપ લાગ્યો હતો. 2011માં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયું ત્યારે મેચ રેફરી માઇક ડેનિસે તેના પર બોલ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. મેચ રેફરીએ કહ્યું કે સચિન બોલની સિલાઈ સાથે ચેડાં કરી રહ્યો હતો. જેના પર સચિને સ્પષ્ટતા કરી હોવા છતાં રેફરીએ માસ્ટર બ્લાસ્ટર પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો. જેની સામે બીસીસીઆઈએ અપીલ કરી હતી અને આઈસીસીએ નકારી કાઢી હતી.
ભારતીય ક્રિકેટમાં ધ વોલ ગણાતા રાહુલ દ્રવિડ પણ બોલ ટેમ્પરિંગના આરોપનો સામનો કરી ચુક્યો છે. ભારતીય ટીમ 2005માં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ ત્યારે આ ઘટના બની હતી અને દ્રવિડની મેચ ફી 75 ટકા કાપી લેવામાં આવી હતી.
પાકિસ્તાન 2004માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયું ત્યારે એમ્પાયર ડેરલ હેર અને બિલી ડોક્ટ્રોને બોલમાં છેડછાડ થઈ હોવાનું લાગ્યું. જેના કારણે તેમણે પાકિસ્તાનને પાંચ રનની પેનલ્ટી કરી અને બોલ બદલી નાંખ્યો. પાકિસ્તાની કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે તેનો વિરોધ કર્યો અને 20 મિનિટ બાદ મેચમાં ઇંગ્લેન્ડેને વિજેતા જાહેર કરી દીધું. જે બાદ હેરને આઇસીસી એમ્પાયર પેનલમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનમાં રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની ત્રીજી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાઇ છે. જેના પગલે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથે સુકાનીપદ છોડી દીધું છે. કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર કેમરૂન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતા પકડાઇ ગયો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન સ્મિથે બોલ ટેમ્પરિંગની વાત કબૂલી હતી. ક્રિકેટ ઇતિહાસમાં બોલ ટેમ્પરિંગની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક દિગ્ગજ ક્રિકેટર બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -