IPL-11: ઓક્શનમાં છવાયા આ ભારતીય ખેલાડીઓ, ટીમમાં સમાવવા થઇ પડાપડી
સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા ભારતની ટેસ્ટ ટીમના વિકેટ કિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને 5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાન રોયલ્સ દ્વારા યુવા વિકેટ કિપર બેટ્સમેન સંજુ સેમસનને 8 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા ફરી એક વખત વિકેટ કિપર બેટ્સમેન રોબિન ઉથપ્પાને 6 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્તિકને કોલકાતા નાઇટ રાઇડર્સે 7 કરોડ 40 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર આર અશ્વિનને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 7 કરોડ 60 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
T-20માં ઇંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 છગ્ગા ફટકારનારા યુવરાજસિંહ અને ટર્બોનેટર હરભજનસિંહને 2-2 કરોડ રૂપિયામાં પંજાબ અને ચેન્નઇની ટીમે ખરીદ્યા છે.
સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમમાં સામેલ કરવામાં આવેલા અજિંક્ય રહાણેને રાજસ્થાન રોયલ્સની ટીમે 4 કરોડ રૂપિયામાં ટીમમાં લીધો છે.
આઈપીએલમાં સૌપ્રથમ સદી નોંધાવનાર ભારતીય ક્રિકેટર મનીષ પાંડેને સનરાઇઝર્સ હૈદરાબાદે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ટીમ ઈન્ડિયાના ઓપનર લોકેશ રાહુલને 2 કરોડ બેસ પ્રાઇસની સામે 11 કરોડ રૂપિયામાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કેદાર જાધવને 7 કરોડ 80 લાખમાં ચેન્નઇ સુપર કિંગ્સે ખરીદ્યો છે.
વર્ષ 2017માં ટેસ્ટ મેચમાં ભારત તરફથી ત્રેવડી સદી ફટકારનારા કરૂણ નાયરને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 5 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને વિજેતા બનાવવામાં મહત્વનો ફાળો આપનારા ગૌતમ ગંભીરને દિલ્હી ડેર ડેવિલ્સની ટીમે ગૌતમ ગંભીરને 2 કરોડ 80 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
ટીમ ઈન્ડિયાના ધૂરંધર ઓપનર શિખર ધવનને સનરાઇઝર્સ હૈદરાબાદે 5 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
બેંગલુરુઃ આઈપીએલ 2018ની આજથી બેંગલુરુમાં થયેલી ઓક્શનમાં સૌથી વધારે કિંમત વેચાયેલા ટોપ-3 ક્રિકેટરમાં બે ભારતીય બેટ્સમેનનો પણ સમાવેશ થાય છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આર અશ્વિનને કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે. જેના કારણે આ વખતે આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સમાં ધોની-અશ્વિનની જુગલબંધી નહીં જોવા મળે. કિંગ્સ ઇલેવન પંજાબે લોકેશ રાહુલ, આર અશ્વિન, કરૂણ નાયર, યુવરાજસિંહને ખરીદ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -