છેલ્લા બોલ પર સિક્સર ફટકારી આ ક્રિકેટરોએ પણ અપાવી છે જીત, જાણો
2006માં હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વનડેમાં બ્રેંડન ટેલરે સિક્સ મારી મેચ જીતાડી હતી. મેચની અંતિમ ઓવરમાં ઝિમ્બાબ્વેને જીતવા 3 બોલમાં 16 રનની જરૂર હતી. બાંગ્લાદેશના બોલર મુર્તજાની ઓવરના ચોથા બોલ પર ટેલરે ચોગ્ગો માર્યા બાદ પાંચમા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. અંતિમ બોલ પર જીતવા છ રનની જરૂર હતી ત્યારે ટેલરે સિક્સ મારી ઝિમ્બાબ્વેને યાદગાર વિજય અપાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલ પણ છેલ્લા બોલ પર સિક્સ મારીને તેની ટીમને જીત અપાવી ચૂક્યો છે. ચંદ્રપોલે 2008માં શ્રીલંકા સામે આ પરાક્રમ કર્યું હતું. મેચના અંતિમ બોલ પર વેસ્ટ ઇન્ડિઝને જીતવા 6 રનની જરૂર હતી. તેણે શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ચામિંડા વાસના બોલ પર સિક્સ મારી ટીમને વિજયી બનાવી હતી.
2013માં ન્યૂઝિલેન્ડના નાથન મૈક્કુલમે શ્રીલંકાના બોલર રંગાના હેરાથની ઓવરમાં સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં કિવી ટીમને જીતવા અંતિમ બોલ પર માત્ર 1 રનની જરૂર હતી. નાથને આ મેચમાં 9 બોલમાં 32 રન બનાવ્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 20 મેચમાં ઇયોન મોર્ગને તેની ટીમને વિનિંગ સિક્સ મારી જીત અપાવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા છેલ્લા બોલ પર 3 રનની જરૂર હતી. અશોક ડિંડાની ઓવરમાં મોર્ગને તોતિંગ સિક્સ મારી 181 રનના ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ન્યૂઝિલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 માર્ચ, 1999ના રોજ રમાયેલી વન ડે મેચમાં સાઉથ આફ્રિકાના ઓલ રાઉન્ડર લાંસ ક્લૂઝનરે આ કારનામું કર્યું હતું. આ મેચની અંતિમ ઓવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા 11 રનની જરૂર હતી. બાઉચર અને ક્લૂઝનરની જોડીએ પ્રથમ પાંચ બોલમાં સાત રન બનાવ્યા હતા. છેલ્લા બોલ પર જીતવા ચાર રનની જરૂર હતી. ડિઓન નેશની ઓવરમાં ક્લૂઝનરે સિક્સ મારી સાઉથ આફ્રિકાને જીત અપાવી હતી.
દિનેશ કાર્તિકની આ સિક્સે ફરી એકવાર પાકિસ્તાની બેટ્સમેન જાવેદ મિયાંદાદની યાદ અપાવી દીધી હતી. 1986માં ઓસ્ટ્રેલિયામાં એશિયા કપની ફાઇનલ રમાઈ હતી. ભારતે પાકિસ્તાનને જીતવા 246 રનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનને જીતવા છેલ્લા બોલ પર ચાર રનની જરૂર હતી. મિયાંદાદે ચેતન શર્માની ઓવરમાં સિક્સ ફટકારીને તેની ટીમને જીતાડી હતી. જે બાદ દરેક ભારતીય પ્રશંસકોની આંખમાં આંસુ હતા.
નવી દિલ્હીઃ દિનેશ કાર્તિકની વિસ્ફોટક બેટિંગના સહારે ભારત નિદાહાસ ટ્રોફી ટી-20 ફાઇનલ 4 વિકેટથી જીતી લીધી હતી. ભારતે છેલ્લા બોલ પર જીતવા પાંચ રન જોઈતા હતા અને કાર્તિકે સૌમ્ય સરકારની બોલિંગમાં છેલ્લા બોલ પર સિક્સ ફટકારી ભારતને યાદગાર જીત અપાવી હતી. દિનેશ કાર્તિક સિવાય પણ કેટલાક ખેલાડીઓએ પણ આંતરરાષ્ટ્રીય મેચમાં છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને મેચને જીતાડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -