નવી દિલ્હીઃ ભારતીયી ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં સાઉથ આફ્રિકા સામે આગામી દિવસોમાં ત્રણ ટેસ્ટ મેચો રમવાની છે, આ માટે ગઇકાલે બીસીસીઆઇ ટેસ્ટ ટીમની જાહેરાત પણ કરી દીધી, મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે શુભમન ગીલને મોકો આપ્યો છે, સાથે સાથે કેએલ રાહુલની છુટ્ટી કરીને રોહિત શર્માને ઓપનિંગમાં ઉતારવાના રસ્તાં ખોલી દીધા છે.


જોકે, આ બધાની વચ્ચે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એક ખાસ સંકેત આપ્યા છે, જેના પરથી માની શકાય કે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમમાં મોટા ફેરાફાર છે, જેનાથી બે ખેલાડીઓની ટેસ્ટ કેરિયર પર સવાલ ઉઠ્યા છે, જેમાં એક મુરલી વિજય અને શિખર ધવન સામેલ છે, આ બન્ને ખેલાડી ટેસ્ટ ઓપનર છે.



ખાસ વાત એ છે કે, ટેસ્ટ ટીમની જાહેરાત કરતી વખતે એમએસકે પ્રસાદે મુરલી વિજય અને શિખર ધવનને નજરઅંદાજ કરી દીધા છે. તેમને કહ્યું કે મુરલી વિજય આ ટેસ્ટ મેચો માટે અમારા પ્લાનમાં નથી, વળી ઇશારા ઇશારામાં પ્રસાદે શિખર ધવન પર પણ કૉમેન્ટ કરી, તેમને કહ્યું કે આગળની યોજના માટે ધવન પણ અમારી યોજનામાં નથી.



ચીફ સિલેક્ટર પ્રસાદના આ નિવદેન બાદ માની શકાય કે હવે મુરલી વિજય અને શિખર ધવનની ટેસ્ટ કેરિયર પર તલવાર લટકી રહી છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટેસ્ટ ટીમ.....
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે (ઉપ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, શુભમન ગીલ