નવી દિલ્હીઃ હાલમાં વર્લ્ડકપ 2019ના મહાકુંભમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમોએ પાંચ-પાંચ મેચો રમી ચૂકી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ, ભારત, ઇંગ્લેન્ડ અને આફઘાનિસ્તાનની ટીમોએ ચાર-ચાર મેચો રમી છે. હવે આવામાં બધાને પ્રશ્ન થાય કે કઇ ચાર ટીમો વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં પહોંચશે? તો અહીં અમે તમને ચાર ટીમો બતાવીએ છીએ જેની ટિકીટ પાક્કી થઇ શકે છે.
વર્લ્ડકપ 2019 સેમિફાઇનલ મુકાબલા....
- 9 જુલાઇ, પહેલી સેમિ ફાઇનલ, માન્ચેસ્ટરમાં
- 11 જુલાઇ, બીજી સેમિ ફાઇનલ, બર્મિંઘમમાં
- 14 જુલાઇ, વર્લ્ડકપ 2019ની ફાઇનલ, ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં
* ઓસ્ટ્રેલિયા
- 5 મેચ રમી, 4 જીત, 1 હાર. કુલ 8 પૉઇન્ટ
- પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તા, વેસ્ટ ઇન્ડિઝ સામે જીત
- ભારત સામે હાર
* ભારત
- 4 મેચ રમી, 3 જીત, 1 વરસાદમાં ધોવાઇ, કુલ 7 પૉઇન્ટ
- દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાનને હરાવ્યુ, ન્યૂઝીલેન્ડ સામે મેચ રદ્દ
- એકપણ હાર નહીં
* ઇંગ્લેન્ડ
- 4 મેચ રમી, 3 જીત, 1 હાર, કુલ 6 પૉઇન્ટ
- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ
- પાકિસ્તાન સામે હાર
* ન્યૂઝીલેન્ડ
- 4 મેચ રમી, 3 જીત, 1 રદ્દ, કુલ 7 પૉઇન્ટ
- બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાનને હરાવ્યુ
- ભારત સામે મેચ રદ્દ
નોંધઃ વર્લ્ડકપ 2019ની ટૂર્નામેન્ટમાં હજુ ઘણી મેચો બાકી છે, આ માત્ર અનુમાન છે. ટૉપ ફૉર માટે કોઇપણ ટીમ સેમિ ફાઇનલ રમવા માટે ક્વૉલિફાઇ થઇ શકે છે.