વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં કેપ્ટન જેસન હોલ્ડરે ટૂર્નામેન્ટની સૌથી લાંબી સિક્સર ફટકારતાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હોલ્ડરે 105 મીટર લાંબી સિક્સ ફટકારી હતી જેમાં બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો હતો. તેણે આ સિક્સરથી પોતાની જ ટીમના શિમરોન હેટમાયરના 104 મીટર લાંબા છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
હોલ્ડરે બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મોર્તઝાની બોલિંગમાં સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ્સની 43મી ઓવરમાં હોલ્ડરે ફટકારેલી આ સિક્સ એટલી લાંબી અને ઊંચી હતી કે દર્શકો જોતાં જ દંગ રહી ગયા હતાં. હોલ્ડરે માત્ર 15 બોલમાં 33 રનની ફાસ્ટ ઈનિંગ્સ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી.
આ જ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના અન્ય એક બેટ્સમેન શિમરોન હેટમાયરે પણ 104 લાંબી સિક્સર ફટકારી હતી. તેણે મોસાદેક હુસૈન દ્વારા ફેંકવામાં આવેલી 38મી ઓવરમાં આ સિક્સ ફટકારી હતી જેના કારણે આ બોલ સ્ટેડિયમની બહાર જતો રહ્યો હતો. આ ટૂર્નામેન્ટ સૌથી લાંબી સિક્સ હતી પણ હોલ્ડરે 25 મીનટની અંદર જ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
વર્લ્ડ કપમાં સૌથી લાંબી સિક્સર કઈ ટીમના ખેલાડીએ ફટકારી? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
18 Jun 2019 09:06 AM (IST)
વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં કેપ્ટન જેસન હોલ્ડરે ટૂર્નામેન્ટની સૌથી લાંબી સિક્સર ફટકારતાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -