✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્નની ઓફર આપનાર આ ક્રિકેટરને વિરાટ કોહલીએ આપી હતી ખાસ ગિફ્ટ, હવે ભારત વિરૂદ્ધ તેને બનાવશે હથિયાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 10:08 AM (IST)
1

જોકે બાદમાં વિરાટે આ પ્રસ્તાવને નકારી દીધો હતો, પરંતુ તેને બદલામાં તેણે વેટને પોતાનું બેટ ભેટમાં આપ્યું હતું. બન્ને વચ્ચે થયેલ આ મુલાકાતની ત્યારે મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. વેટે વિરાટ કોહલી પાસેથી મળેલ બેટનું નામ બીસ્ટ રાખ્યું છે.

2

વર્ષ 2014માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પર ડેનિયલ વેટે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી હતી. ત્યારે ભારતીય કેપ્ટને તેને પોતાનું બેટ ભેટમાં આપ્યું હતું. વેટ એ જ વર્ષે ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વિરાટની 72 રનની ઇનિંગથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને તેણે ભારતીય બેટ્સમેનને લગ્નની ઓફર કરી હતી. ત્યારે તેણે આ મામલે ટ્વિટ પણ કર્યું હતું.

3

વિરાટને લગ્નની ઓફર પણ આપી હતી, જેના પર વિરાટે પોતાની પ્રશંસકને ખુદને બેટ ભેટમાં આપ્યું હતું. કહેવાય છે કે વેટે વિરાટના આ બેટથી જ ટી20માં મુશ્કેલ સેન્ચુરી ફટકારી હતી. અહેવાલ અનુસાર ભારતમાં માર્ચના અંતમાં રમાનારી ત્રિકોણીય સીરીઝમાં વેટ વિરાટના આ જ બેટનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરશે. આ પહેલા આપેલ એક ઇન્ટરવ્યૂમાં ઇંગ્લેન્ડની આ ખેલાડીએ કહ્યું હતું કે, હવે તે વિરાટ દ્વારા આપવામાં આવેલ બેટનો જ ઉપયોગ કરે છે.

4

નવી દિલ્હીઃ વિતેલા વર્ષે વર્લ્ડ કપ જીત્યા બાદથી ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ ઇંગ્લેન્ડની મેજબાન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 સીરીઝમાં 2-1થી જીત નોંધાવી હતી. ત્યારે ઇંગ્લેન્ડના ડેનિયલ વેટે ટી20માં માત્ર 56 બોલમાં સેન્ચુરી ફટકારને સૌને ચોંકાવી દીધા હતા. ખાસ વાત એ છે કે આ ડેનિયલ વેટ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની મોટી ફેન છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • લગ્નની ઓફર આપનાર આ ક્રિકેટરને વિરાટ કોહલીએ આપી હતી ખાસ ગિફ્ટ, હવે ભારત વિરૂદ્ધ તેને બનાવશે હથિયાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.