નવી દિલ્હીઃ ગઇકાલ પી ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ધોની અને વિરાટ સેના વચ્ચેની ચેન્નાઇ અને બેંગ્લૉર વચ્ચેની મેચ રૉમાંચક સાબિત થઇ, જોકે, આખરે મેચમાં બેંગ્લૉરે બાજી મારી હતી. મેચમાં સતત ચઢાવ-ઉતાર બાદ ફેન્સને ધોનીની બેટિંગે આશ્ચર્યચકિત કરી દીધા. ધોનીએ મેચમાં અણનમ 48 બૉલમાં 84 રનની ઇનિંગ રમી. ચેન્નાઇ મેચમાં એક રનથી છેલ્લા બૉલે હારી ગઇ. જોકે, આ બધાની વચ્ચે છેલ્લી ઓવરમાં ધોનીએ કરેલી ચોગ્ગા-છગ્ગાની વરસાદવાળી બેટિંગે સૌને ચોંકાવી દીધા હતા.



બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીએ મેચની અંતિમ ઓવર ફાસ્ટ બૉલર ઉમેશ યાદવને આપી, તેના પર ધોનીએ તાબડતોડ બેટિંગ કરી, 4, 6, 6, 2, 6 રન લીધા. જીતવા માટે અંતિમ ઓવરમાં 6 બૉલમાં 26 રનની જરૂર હતી. ધોનીની બેટિંગને અંતિમ ઓવરનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ધોનીની બેટિંગે કોહલીના છક્કા છોડાવી દીધા હતા.