નવી દિલ્હીઃ  ભારત અને આફ્રિકાની વચ્ચે આવતીકાલે ત્રણ વનડે મેચની શરૂઆત થવાની છે ત્યારે પ્રથમ મેચ આવતીકાલે 1-30 કલાકે ધર્મશાળામાં રમાશે. દ. આફ્રીકાની ટીમ આ પહેલા ઓસ્ટ્રેલિયાને ત્રણ વનડે મેચની સીરીઝમાં 3-0થી હરાવીને ભારત આવી છે ત્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં 3 મેચની વનડે અને 2 મેચની ટેસ્ટ સીરિઝ હારીને આવી છે. એવામાં એક બાજુ ટીમ ઇન્ડિયા પૂરી રીતે તૈયાર છે તો બીજી બાજુ આફ્રીકાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે.


પરંતુ આ વચ્ચે મેચ શરૂ થતા પહેલા જ ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે મેચ પર વરસાદનું જોખમ છે. એવામાં આ મેચ ઓછી ઓવર સાથે રમવામાં આવે અથવા તો મેચ રદ્દ થઈ શકે છે. પહેલા મેચને લઈને ભારતીય ફેન્સ ઘણાં જોશમાં ચે તો ખેલાડી પણ પૂરી રીતે તૈયાર છે.

જણાવીએ કે આ પહેલા પણ 15 સપ્ટેમ્બર 2019ના રોજ ભારત આફ્રીકાની વચ્ચે રમાયેલ છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એ દરમિયાન ટીમ ટી20 સીરિઝ રમી રહી હતી. હવે વરસાદને જોતા HPCA અધિકારીઓએ નાગ દેવતાની પૂજા કરી છે જેથી આવતીકાલે મેચ પર વરસાદનું જોખમ દૂર થાય.

કહેવાય છે કે, વર્ષ 2013માં જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે મેચ તરીકે ધર્મશાળામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી હતી ત્યારે રાજ્ય ક્રિકેકટ સંઘના અધિકારીઓએ નાગ દેવતાની પૂજા કરી હતી. ત્યાર બાદ મેચ પર વરસાદની કોઈ અસર પડી ન હતી. ત્યાર બાદથી જ માનવામાં આવે છે કે મેચમાં વરસાદનું જોખમ ટાળવા માટે નાગ દેવતાની પૂજા જરૂરી છે. હવે આવતીકાલે મેચ પર પૂજાની કેટલી અસરા થાય છે તે આવતીકાલે જ ખબર પડશે.