લેન્કશાયર અને લિસેસ્ટરશાયર વચ્ચે રમાઈ રહેલી મેચમાં કેલમ પાર્કિસને પોતાના જુડવા ભાઈ મેટ પાર્કિસનને આઉટ કરી એવું કારનામું કરી બતાવ્યું કે જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી હોય.


બુધવારે લેન્કશાયર તરફથી રમી રહેલા મેટ પાર્કિસનને તેના જુડવા ભાઈ કેલમે ચાર રને LBW કરીને આઉટ કર્યો હતો. આની સાથે જ તેણે પોતાનો બદલો પૂરો કરી લીધો હતો. અસલમાં આ પહેલા મેટે પણ લિસેસ્ટરશાયર તરફથી રમી રહેલા કેલમને પ્રથમ ઈનિંગમાં 29 રનના સ્કોરે LBW આઉટ કર્યો હતો. આ સાથે જ બે જુડવા ભાઈઓએ એકબીજાને એક જ મેચમાં LBW આઉટ કરી નવો ઈતિહાસ રચી દીધો હતો.


લેન્કશાયર વિરુદ્ધ લિસેસ્ટરશાયર વચ્ચે હજુ ચાલી રહેલી ચાર દિવસીય મેચમં બંને ટીમોએ એક-એક ઈનિંગ રમી લીધી હતી. લિસેસ્ટરશાયરે પોતાની પ્રથમ ઈનિંગમાં 155 રન બનાવ્યા હતા તો બીજી બાજુ લેન્કશાયરની ટીમ 170 રન પર સમેટાઈ ગઈ હતી. લિસેસ્ટરશાયરે પોતાની બીજી ઈનિંગમાં વિના વિકેટે 40 રન બનાવી લીધા હતા.