Commonwealth Games 2022 day 6 Schedule: ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઇ રહેલી 22મી કૉમનવેલ્થ ગેમ્સનો આજે (3 ઓગસ્ટ) છઠ્ઠો દિવસ છે. ભારતે પાંચમા દિવસ સુધી 5 ગૉલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. છઠ્ઠા દિવસ ભારતીય. ખેલાડીઓને 8 મેડલ મેચોમાં ઉતરવાનુ છે. આવામાં આજે ખુબ મેડલ આવવાની શક્યતા છે.
અત્યાર સુધી ભારતીય ટીમે 13માંથી સૌથી વધુ 8 મેડલ વેઇટલિફ્ટિંગમાં જીત્યા છે. છઠ્ઠા દિવસ પણ વેઇટલિફ્ટિંગમાં ત્રણ મેડલ મેચ રમાવવાની છે. આમાં વેઇટલિફ્ટર લવપ્રીત સિંહ, પૂર્ણિમાં પાંડે અને ગુરદીપ સિંહને ઉતરવાનુ છે. આવામાં આમાંથી પણ આજે ગૉલ્ડની ખુબ આશા રહેશે.
કૉમનવેલ્થ ગેમ્સમાં બુધવારે (છઠ્ઠા દિવસ) ભારતનુ શિડ્યૂલ -
તરણ -
પુરુષ 1500 મીટર ફ્રી સ્ટાઇલ ફાઇનલ (રાત્રે 12.42 વાગે)
ક્રિકેટ -
મહિલા ટી20 ભારત વિરુદ્ધ બારબાડોસ (રાત્રે 10.30 વાગે)
હૉકી -
મહિલા પૂલ એઃ ભારત વિરુદ્ધ કેનેડા (બપોરે 3:30 થી)
પુરુષ બીઃ ભારત વિરુદ્ધ કનેડા (સાંજે 6:30 થી)
એથ્લેટિક્સ -
મહિલા શૉટપુટ ફાઇનલ : મનપ્રીત કૌર (રાત્રે 12:35 વાગે) પુરુષ હાઇ જમ્પ ફાઇનલ (રાત્રે 11.30 વાગે)
પુરુષ ડિસ્કસ થ્રૉ ફાઇનલ (રાત્રે 1.15 વાગે)
બૉક્સિંગ
મહિલા 45 થી 48 કિલો ક્વૉર્ટર ફાઇનલ : નીતૂ ગંઘાસ (બપોરે 4:45 થી)
48 થી 50 કિલો ક્વાર્ટર ફાઇનલ : નિકહત જરીન (રાત્રે 11:15 થી)
66 થી 70 કિલો ક્વાર્ટર ફાઇનલ : લવલીના બોરગોહેન (રાત્રે 12:45 થી)
પુરુષ 54 થી 57 કિલો ક્વાર્ટર ફાઇનલ : હુસામુદ્દીન મોહમ્મદ (5:45 થી)
75 થી 80 કિલો ક્વાર્ટર ફાઇનલ : આશીષ કુમાર (રાત્રે બે વાગ્યાથી)
જુડો -
મહિલા 78 કિલો ક્વાર્ટર ફાઇનલ : તુલિના માન (બપોરે 2 : 30 થી)
પુરુષ 100 કિલો ક્વાર્ટર ફાઇનલ : દીપક દેસવાલ (બપોરે 2 : 30 થી)
લૉન બૉલ્સ -
પુરુષ એકલ : મૃદુલ બોરગોહેન (બપોરે 1 અને 4 વાગે)
મહિલા યુગલ : ભારત વિરુદ્ધ નીયૂ (બપોરે 1 અને 4 વાગે)
પુરુષ ફોર : ભારત વિરુદ્ધ કુક આઇલેન્ડ્સ અને ઇંગ્લેન્ડ (સાંજે 7 : 30 અને રાત્રે 10 : 30 થી)
મહિલા ત્રિપલ : ભારત વિરુદ્ધ નીયૂ (સાંજે 7 : 30 થી)
સ્ક્વૉશ -
યુગલ અંતિમ 32 : ભારત વિરુ્દ્ધ શ્રીલંકા (બપોરે 3 : 30 થી)
સૌરભ ગોસાલ - બ્રૉન્ઝ મેડલ મેચ - (રાત્રે 9.30 વાગે)
વેઇટલિફ્ટિંગ -
લવપ્રીત સિંહ પુરુષ 109 કિલો : બપોરે 2 વાગ્યાથી પૂર્ણિમા પાડે મહિલા 87 કિલો : સાંજે 6 : 30 થી ગુરુદીપ સિંહ પુરુષ 109 કિલો : રાત્રે 11 વાગ્યાથી.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?