આજે ભારત-આયરલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
નવી દિલ્હીઃ આજે ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે, લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયા મેદાન પર પરત ફરી રહ્યું છે. ટીમને આયરલેન્ડ પ્રવાસમાં બે ટી-20 મેચ રમવાની છે. જાણો મેચ ક્યાં રમાશે અને કઇ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયરલેન્ડ ટીમઃ- પૉસ સ્ટર્લિંગ, વિલિયમ પોરટફિલ્ડ, એન્ડી બૉલબિરની, સિમરનજીત સિંહ, ગૈરી વિલ્સન (કેપ્ટન), કેવિન ઓ બ્રાયન, સ્ટૂઅર્ટ થામ્પસન, સ્ટૂઅર્ટ પઓન્ટર, જોર્જ ડૉકરેલ, બોઅદ રૈનકિન, જોશુઆ લિટિલ.
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાન્ડે, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ.
ભારત આયરલેન્ડ સામે પહેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચ દ વિલેઝજ, માલાહિદે મેદાન, ડબલિનમાં રમશે, આજની પ્રથમ ટી-20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ-ટેલિકાસટ રાત્રે 8.30 વાગે સોની સિક્સ ચેનલ પર કરવામાં આવશે.
આયરલેન્ડ પ્રવાસ ભારત માટે ઇગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ કરવા અને ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા માટે બેસ્ટ મોકો છે. આયરલેન્ડ બાદ ભારતને ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. આ પ્રવાસ પર ભારતની મુખ્ય ટીમ મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ આફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -