અમદાવાદઃ સગીરાને યુવક સાથે બંધાયા સંબંધ ને બની માતા, કેસ થતાં પ્રેમી ગયો જેલમાં, પછી શું થયું?
યુવકની માતાએ કોર્ટને એવી ખાતરી આપી હતી કે તેમનો દીકરો પોલીસ કસ્ટડીમાં છે, તે આવશે ત્યારે બંનેના લગ્ન પણ કરી દેવાશે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, પ્રિયાને ગેરકાયદેસર રીતે કબ્જામાં રખાઇ હોય તેવું તથ્યો પરથી જણાતું નથી. તે તેની મરજીથી યુવક સાથે ગઇ હતી અને હવે તે પુખ્તવયની છે. તેથી તેને યુવકની માતા સાથે જવાની મંજૂરી અપાય છે. બંનેના લગ્ન થાય ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને કરવાની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાએ કોર્ટમાં કહ્યું હતું કે, તે પ્રેમી સાથે પોતાની મરજીથી ગઇ હતી. તેઓ પતિ-પત્નીની જેમ સાથે રહે છે, પરંતુ લગ્ન કર્યા નથી. આ સંબંધ દ્વારા તેણે એક પુત્રીને જન્મ પણ આપ્યો છે. એટલું જ નહીં પ્રિયાએ જણાવ્યું હતું કે, તે પ્રેમીસાથે જ રહેવા માંગે છે. પ્રિયા પુખ્તવયની થઇ ગઇ હોવાથી અને યુવકના પરિવારે તેને સ્વીકારવાની તૈયારી દર્શાવતા હાઇકોર્ટે તેને પ્રેમીના ઘરે જવાની છૂટ આપી હતી.
પ્રિયાએ એમ પણ જણાવ્યું હતું કે, તે હવે પોતાના પિતાના ઘરે જવા માગતી નથી અને પ્રેમી સાથે જ જવા ઇચ્છે છે. પ્રિયાની કેફિયત જાણીને ખંડપીઠે યુવકના માતા-પિતા અને ભાઇઓને કોર્ટમાં બોલાવ્યા હતા. હાઈકોર્ટમાં યુવકના પરિવારે બાળક અને પ્રિયાને સ્વીકારવા અને તેમનું ધ્યાન રાખવાની તૈયારી દર્શાવી હતી.
હાઈકોર્ટમાં હાજર થવાનું થતાં તે પોતાના એક મહિનાની બાળકીની સાથે આવી હતી. હાઇકોર્ટના જસ્ટિસ અભિલાષાકુમારી અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે પ્રિયા સાથે લાંબીવાતચીત કરી હતી. પ્રિયાએ કહ્યું હતું કે, તે પોતાની મરજીથી પ્રેમી સાથે ગઇ હતી અને તેઓ લિવ ઇન રિલેશનશીપમાં પતિ-પત્નીની જેમ રહે છે. આ દરમિયાન તેમને એક પુત્રી પણ થઇ છે. જે હવે એક મહિનાની છે.
પ્રિયા ૨૦૧૫માં પહેલીવાર ઘર છોડીને પ્રેમી સાથે ભાગી હતી ત્યારે પોલીસ ફરિયાદ થઇ હતી. આ સમયે પણ પ્રિયાના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેનો કબ્જો તેમને સોંપાયો હતો. દરમિયાન 2016માં ૧૬ જૂને ફરીથી પ્રિયા પ્રેમી સાથે ભાગી હતી. આ સમયે પ્રિયા સગીરવયની હતી. તે ૨૩-૧-૧૭ના રોજ પુખ્તવયની થઇ ગઇ હતી. જો કે, પિતાએ કરેલી અરજીના અનુસંધાને તેને હાઇકોર્ટ સમક્ષ હાજર કરાઈ હતી.
અમદાવાદ: સગીરવયે પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીનો કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે. પ્રિયા(નામ બદલ્યું છે) બીજીવાર પ્રેમી સાથે ભાગી જતાં પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે ઘરેથી ભાગી ત્યારે સગીર હતી, પરંતુ તે જાન્યુઆરી-૨૦૧૭માં તે પુખ્ત થઇ ગઇ હતી. દરમિયાન કેસ થતાં તે 18 વર્ષની વયે એક મહિનાની બાળકી સાથે હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -