નવી દિલ્હીઃ ક્રિકેટના ટી20 ફોર્મેટમાં આજે ચેમ્પિયન બનવા માટે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને સામને થશે, આઇસીસી ટી20 વર્લ્ડકપની આજે ફાઇનલ મેચ દુબઇમાં રમાશે. બન્ને ટીમ પ્રથમ વાર ચેમ્પિયન બનવા માટે પ્રયાસ કરશે. અત્યાર સુધી રમાયેલી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બેમાંથી એકપણ ટીમ ચેમ્પિયન બની શકી નથી. જોકે, ઓસ્ટ્રલિયા વનડે વર્લ્ડકપમાં પાંચ વારનુ ચેમ્પિયન રહી ચૂક્યુ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો વર્ષ 2015 અને 2019માં ન્યૂઝીલેન્ડની ટીમ રનરઅપ રહી હતી.
ટી20 વર્લ્ડકપ 201 - ક્યાંથી ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે એટલે કે 14મી નવેમ્બર 2021ના રોજ ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાશે. આ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, જોકે ટૉસ 7.00 વાગે થશે.
ભારતમાં આ ચેનલો પર જોઇ શકો છો ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ-
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast)ના અધિકાર સ્ટાર નેટવર્ક (Star Network)ની પાસે છે. ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ (Indian Subcontinent) શ્રીલંકા (Sri Lanka), ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh) અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1 (Star Sports 1), સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી (Star Sports 1 HD), સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી (Star Sports 1 Hindi), સ્ટાર સ્પૉર્ટ્સ 2 (Star Sports 2), સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી (Star Sports 2 HD) અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી (Star Sports 2 Hindi)ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર (Disney Hotstar) એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
ICC T20 World Cup, New Zealand Squad:
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટિલ, માર્ક ચેપમેન, જેમ્સ નિશામ, ટૉડ એશ્લે, ડેરેલ મિશેલ, મિશેલ સેન્ટનર, ડેવૉન કૉનવે, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ, ટ્રેન્ટ બૉલ્ટ, કાયલી જેમિસન, ઇશ સોઢી, ટિમ સાઉદી.
ICC T20 World Cup, Australia Squad:
એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન એગર, પેટ કમિન્સ (ઉપ કેપ્ટન), જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિંસ, મિશેલ સ્વેપમેન, મેથ્યૂ વેડ, ડેવિડ વૉર્નર, એડમ ઝામ્પા.