T20 WC 2021 Final Match: આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે રવિવારે ફાઇનલ મેચ રમાશે. બંન્ને જ ટીમો આ મેચને જીતીને પોતાનો પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીતવા માંગશે. અત્યાર સુધી બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલ સુધીની સફર ખેડી છે. એરોન ફિંચની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું છે તો કેન વિલિયમ્સનના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડની ટીમે સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને હાર આપી હતી.
અત્યાર સુધી બંન્ને ટીમોએ ટુનામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ સહિત કુલ છ મેચ રમી છે જેમાં બંન્ને ટીમોને એક-એક હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાને ઇગ્લેન્ડના હાથે તો ન્યૂઝિલેન્ડને પાકિસ્તાને હાર આપી હતી. જોકે, તે સિવાય બંન્ને ટીમોની સફર શાનદાર રહી હતી.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 14 નવેમ્બર 2021ના રોજ રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કના હિંદી અને અંગ્રેજી ચેનલો પર જોવા મળશે. તે સિવાય ઓફ ડીડી સ્પોર્ટ્સ પર પણ આ મેચનો આનંદ ઉઠાવી શકાશે.
તે સિવાય ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઇ શકશો. ઓનલાઇન અપડેટ્સ માટે gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 14 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ નવ મેચ અને ન્યૂઝિલેન્ડની ટીમે 5 મેચમાં જીત હાંસલ કરી છે. જોકે, વર્લ્ડકપમાં બંન્ને ટીમો એક વખત સામસામે ટકરાઇ છે જેમાં ન્યૂઝિલેન્ડની ટીમે બાજી મારી હતી.