ટોક્યોઃ 23 વખતની સિંગલ ગ્રાંડ સ્લેમ વિજેતા (23 time Grand Slam singles tennis champion)  સેરેના વિલિયમ્સે (Serena Williams) રવિવારે ટોક્યો ઓલંપિકમાં (Tokyo Olympics) અમેરિકન ટીમનો હિસ્સો નહીં હોય. તેણે ખુદ આ અંગેની જાહેરાત કરી છે. આ પહેલા રાફેલ નડાલે પણ ઓલંપિકથી નામ પરત લીધું હતું. 39 વર્ષથી સેરેનાએ વિંબલડન પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુદ આનો ખુલાસો કર્યો. તેણે કહ્યું, હકીકતમાં હું ઓલંપિક લિસ્ટમાં નથી. તેથી આ અંગે મને જાણકારી નથી. જો આમ હોત તો હું અહીંયા ન હોત.  


વિબંલડન 2021માં વિલિયમ્સે તેના રેકોર્ડ 24મા ગ્રાન્ડસ્લેમ માટે શરૂઆતમાં અલિકસાંદ્રા સાસનોવિચ સાથે મુકાબલો કરશે. આ પહેલા ક્લે કોર્ટના કિંગ ગણાતા રાફેલ નડાલે પણ ટોક્યો ઓલંપિકથી હટવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કારણે સેરેના વિલિયમ્સે આ ફેંસલો લીધો છે. કડક નિયમોના કારણે તેને ત્રણ વર્ષની દીકરીને સાથે લઈ જવામાં મુશ્કેલી પડત.




2021 લંડન ઓલંપિકમાં સેરેનાએ સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત સિડની 2000 તથા બીજિંગ 2008માં તેણે ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોરોનાના કારણે હાલ ટોક્યોમાં ઈમરજન્સી લગાવવામાં આવી છે.


સેરેના ટેનિસ ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી સફળ ઓલંપિયન છે. તેણે તેની બહેન વીનસ સાથે સિંગલમાં એક અને ડબલ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. ઓલંપિકની શરૂઆત 23 જુલાઈથી ટોક્યોમાં થશે. ગત વર્ષે કોરોનાના કારણે આ ટુર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી હતી.


અમેરિકાની સેરેના વિલિયમ્સે 23 વખત ગ્રાંડ સ્લેમનું ટાઇટલ જીત્યું છે. તેણે 7 વખત વિમ્બલડન પર કબજો કર્યો છે. જોકે 2016 બાદ તે આ ખિતાબ જીતી શકી નથી. આ ઉપરાંત તેણે 7 વખત ઓસ્ટ્રેલિયન ઓપન, 3 વખત ફ્રેંચ ઓપન અને 6 વખત યૂએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. જોકે 2017 બાદ તે કોઈપણ ગ્રેંડ સ્લેમ ખિતાબ જીતી શીકી નથી.