ભારતની ભાવિના પટલે ટોક્યોમાં ચાલ રહેલી પેરાલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ટેબલ ટેનિસ ઈવેન્ટમાં મહિલા સિંગલ ક્લાસ 4માં સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ તેના નામે મેડલ કન્ફર્મ થઈ ગયો છે. ભાવિના પટેલે સર્બિયાની રાકોવિચને 3-0થી માત આપી મેચ પોતાના મેન કરી અને અંતિમ -4માં સ્થાન બનાવ્યું છે. ભાવિનાએ આ મેચ 11-5, 11-6, 11-7 થી જીતી હતી.




ભાવિના પટેલના નામે હવે બ્રોન્ઝ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નક્કી છે. પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી હશે. હવે સેમી ફાઈનલમાં તેનો સામેનો ચીનની મિયાઓ ઝાંગ સામે થશે. 




સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ ભાવિનાએ કહ્યું, હું સમગ્ર દેશને ધન્યવાદ કહેવા માંગુ છું, કારણ કે હું તેમના જ કારણે અહીં પહોંચી છું. આજે ક્વાર્ટર ફાઈનલ જીતીને આવી છું. કાલે મારી સેમીફાઈનલ છે. આવો જ પ્રેમ મારા ઉપર બનાવીને રાખો અને પોતાનો પ્રેમ મોકલતા રહો.




આ પહેલા ભાવિના પટેલ સિંગલ ક્લાસ 4ના ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝીલની જિઓસી ડી ઓલિવિરિઓને 3-0થી હરાવી. ભાવિનાએ રાઉન્ડ-16માં 23 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં જિઓસીને 12-10, 13-11 અને  11-6 થી હરાવી. ભાવિનાએ સર્વિસથી 19 અંક જીત્યાં જ્યારે 13 અંક ગુમાવ્યા. ભાવિનાએ પ્રથમ રમતમાં 12-10, બીજી રેમતમાં 13-11 અને ત્રીજી રમતમાં 11-6થી જીત મેળવી.