ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ટૉમ મૂડીએ સુપર ઓવરને લઈ નવી વાત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સુપર ઓવર માટે નવેસરથી ટૉસ થવો જોઈએ. બોલિંગ સાઇટ બે બોલર્સ પસંદ કરી શકે અને તેમણે સતત 3 બોલ ફેંકવા જોઈએ.
ICCનો શું છે નિયમ
મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આઇસીસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરે છે. તેમાંથી એક નિયમ સુપર ઓવરની છે જે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લાગુ છે. જો કોઇ ટી-20 મેચ ટાઇ થાય છે તો આવી સ્થિતિમાં બન્ને ટીમોને એક-એક ઓવર રમવા માટે આપવામાં આવશે, જેમાં જે ટીમ વધુ રન બનાવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ એક પણ રન બેટ્સમેનના ખાતા અને એક પણ વિકેટ બોલરના ખાતામાં નથી જોડાતા. સુપર ઓવર માત્ર મેચનું પરિણામ કાઢવા માટે આયોજિત કરવામાં આવે છે.
સુપર ઓવર પણ ટાઈ થાય તો...
આઇસીસીએ માત્ર ટી-20 ફોર્મેટની રમતમાં સુપર ઓવરનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ વન ડે ક્રિકેટની મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડકપની ફાઇનલ તે મેચ માટે સુપર ઓવર રાખી છે. જે રીતે ફૂટબોલ ગેમમાં પેનલ્ટી શૂટઆઉટ હોય છે તે રીતે ક્રિકેટમાં સુપર ઓવર હોય છે. શૂટ આઉટનો ગોલ ફૂટબોલરના ખાતામાં નથી જોડાતા, તેવી રીતે ક્રિકેટરના ખાતામાં વિકેટ અને રન નથી જોડાતા. જો સુપર ઓવરની મેચ પણ ટાઇ થઇ જાય તો જ્યાં સુધી મેચનું પરિણામ ન આવી જાય ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહે છે.
‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું
મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસ