રવિવારે IPL ફાઇનલ, છઠ્ઠી વખત સર્જાશે અનોખો સંજોગ, જાણો વિગત
નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સને 14 રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આઈપીએલની 11મી સીઝનમાં આ છઠ્ઠો એવો મોકો છે જ્યારે ટુર્નામેન્ટનો ફાઇનલ મુકબાલો પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી બે ટીમો વચ્ચે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલમાં ક્વોલિફાયર-1માં જીતનારી ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચી જાય છે. જ્યારે હારનારી ટીમે એલિમિનેટર ટીમની વિજેતા સાથે ક્વોલિફાયર-2 રમવાની હોય છે. આમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચે છે.
પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી બે ટીમો ફાઇનલમાં પણ રમી હોય તેવો સંયોગ 2011માં જોવા મળ્યો હતો. તે સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી હતી.
2011માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નાઈ સુપર કિંગ્સ, 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, 2014માં કિંગ્સ ઇલેવન પંજાબ vs કોલકાતા નાઇટ રાઇડર્સ, 2015માં ચેન્નાઇ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, 2017માં મુંબઈ ઈન્ડિયન્સ vs રાઇઝિંગ પુણે સુપરજાયંટ, 2018 સનરાઇઝર્સ હૈદરાબાદ vs ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમો પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી અને ફાઇનલમાં પણ પહોંચી હતી.
રોચક વાત એ છે કે ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 6માંથી 4 વખત આમાં સામેલ રહી છે. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 3 વખત આ કારનામું કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -